ગુજરાતના હવામાનમાં હાલ અનેક વિસ્તારોમાં પલટો આવી રહ્યો છે. ઉનાળાની શરૂઆતમાં જ થઈ રહેલા માવઠાંને કારણે રાજ્યભરમાં ખેડૂતો ચિંતામાં છે. થોડા દિવસ પહેલાં જ થયેલા વરસાદમાં અનેક ખેડૂતોએ નુકસાન સહન કરવું પડ્યું હતું. ફરી એકવાર વરસાદના લીધે ખેડૂતોના પાકમાં નુકસાન થયુ છે. હાલમાં ભર ઉનાળામાં કમોસમી વરસાદના લીધે ડબલ ઋતુ થવાથી લોકો બીમાર પણ થઈ રહ્યા છે. ત્યારે ઊંઝાના આજુબાજુ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો જેને લઈને ખેડૂતો ભારે નુકસાન થયુ છે.
ગુજરાતમાં હાલ બેવડી સિઝનનો અનુભવ થઈ રહ્યો છે. ભારે વાવાઝોડાના કારણે વીજળીમાં પણ કાપ મૂકવામાં આવ્યો હતો. ગુજરાતમાં 15 માર્ચથી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ગુજરાતના ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો અને ઊંઝા તેમજ સમગ્ર વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.