દિવાળી પર્વની ધામધૂમથી ઉજવણી:ઊંઝામાં દિવાળીનો માહોલ જામ્યો; લોકોએ ફટાકડા ફોડીને દિવાળી ઉજવી

ઊંંઝાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દિવાળીનો તહેવાર ભારત અને બીજા ઘણા દેશોમાં જ્યાં ભારતીય લોકો રહે છે ત્યાં ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. દીપાવલીને દીપનો ઉત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે. દિવાળીએ ભારતનો એક મુખ્ય તહેવાર છે, જે ભારતમાં બધી જગ્યાએ ખૂબ જ આનંદ અને ઉમંગથી ઉજવવામાં આવે છે. કહેવાય છે કે, આ દિવસે ભગવાન શ્રી રામ રાવણને હરાવીને અને 14 વર્ષનો વનવાસ પૂરો કર્યા પછી અયોધ્યા પાછા ફર્યા હતા.

ભગવાન રામના આગમનનો આનંદ ત્યાંના બધા લોકોને હતો. ત્યારથી, આ દિવસ દિવાળીના તહેવાર તરીકે દર વર્ષે હિન્દૂ સંસ્કૃતિમાં ઉજવવામાં આવે છે. લોકો આજે પણ આ તહેવાર આનંદ સાથે ઉજવે છે. આ ઉત્સવ, બાળકો, વૃદ્ધ અને યુવાનો દરેક ખૂબ સારી રીતે ઉજવે છે. શાળાઓ, કોલેજો અને કચેરીઓમાં પણ દિવાળી ખૂબ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. દિવાળીમાં લોકો એકબીજાને શુભેચ્છા પાઠવે છે અને ઘણી ભેટો અને મીઠાઈ એકબીજાને ભેટસેવરૂપે આપે છે.

અન્ય સમાચારો પણ છે...