ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022:ઊંઝા વિધાનસભા બેઠક ઉપર ઉમેદવારી પત્ર વિતરણ શરૂ કરવામાં આવ્યું, પ્રથમ દિવસે 10 ફોર્મ ઉપડ્યા

ઊંંઝાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઊંઝા વિધાનસભાની બેઠક માટે ઉમેદવારો ચૂંટણી લડવા માટે ઉમેદવારી ફોર્મ મેળવવા માટે ઘસારો ચાલુ થયો છે. ઊંઝા વિધાનસભા બેઠક ઉપરથી પ્રથમ દિવસે દસ ઉમેદવારીપત્રોનું વિતરણ કરવામાં આવ્યું છે. ફોર્મ મેળવવા માટે ઉમેદવારોના સમર્થકોનો ચૂંટણી અધિકારી કચેરીએ ઘસારો જોવા મળ્યો હતો.

હાલમાં ઊંઝા વિધાનસભા બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર કે.કે પટેલ તેમજ આમ આદમી પાર્ટી પાર્ટીના ઉમેદવાર તરીકે ઉર્વેશ પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે. કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. આ વખતે ઊંઝા વિધાનસભા બેઠક ઉપરથી ત્રી-પાખીયો જંગ ખેલાશે.

અન્ય સમાચારો પણ છે...