ધર્મ બોધ:ઊંઝાના ઉમિયાધામમાં જગદગુરુ શંકરાચાર્યની ધર્મસભા કહ્યું, સુસંસ્કૃત, સુશિક્ષિત અને સુરક્ષિત સમાજ રચના જરૂરી

ઊંઝા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ​​​​​​​ઊંઝા આવી સારું લાગ્યું , અહીંના લોકો સારા: સ્વામી વિશ્વાનંદ સરસ્વતીજી

અનંત વિભૂષિત પૂજ્યપાદ ગોવર્ધન મઠપુરીપીઠાધીશ્વર શ્રીમદજગદગુરુ શંકરાચાર્ય સ્વામી નિશ્વલાનંદ સરસ્વતીજી મંગળવાર અને બુધવારે ઊંઝા પઘારતાં શ્રી શંકરાચાર્ય સ્વાગત કમિટી દ્રારા તેમનું સ્વાગત કરાયું હતું. પૂજ્યપાદ જગદગુરુ શંકરાચાર્ય શ્રી ગોવર્ધનમઠ પુરીપીઠાધીશ્વર મહારાજ શ્રી નિશ્વલાનંદ સરસ્વતીજી દ્રારા ભારત હિન્દુ રાષ્ટ્ર નિર્માણ સંકલ્પ પૂર્તિ હેતુ આયોજીત રાષ્ટ્રોઉતકર્ષ અભિયાન યાત્રા બે દિવસીય ઊંઝામાં આગમન થતા સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ સરસ્વતી સોસાયટી ગોલ્ડન ચોકડીમાં સંગોષ્ઠી કાર્યક્રમ યોજાયો હતો તથા ધર્મ સભા યોજાઈ હતી.

સંગોષ્ઠી દરમિયાન જગદગુરુ શંકરાચાર્યેને અભિયાન યાત્રાના ઉદ્દેશ બાબતે પૂછતાં જણાવ્યું હતું કે ઊંઝા આવી ખૂબ સારું લાગ્યું છે. અહીંના લોકો સારા છે. ભારત પરિભ્રમણ અંગે જણાવ્યું હતું કે સુસંસ્કૃત, સુશિક્ષિત, સુરક્ષિતસંપન્ન સેવા પારાયણ સર્વ હિત પ્રદ વ્યક્તિ અને સમાજની સંરચના યાત્રાનું લક્ષ છે. હિન્દુઓનું અસ્તિત્વ દેશની સુરક્ષા અખંડિતા માટે કટિબદ્ધતા એજ અમારી યાત્રાનું લક્ષ છે .હાલમાં ઉત્તર પ્રદેશમાં ચાલી રહેલ મસ્જિદ લાઉડ સ્પીકર વિવાદ મુદ્દે પૂછતાં જણાવ્યું હતું કે યોગી આદિત્યનાથ પાસે આનો પર્યાપ્ત જવાબ આપી શકે છે. એમને પૂછવુ જોઈએ

અન્ય સમાચારો પણ છે...