લોકાર્પણ:ઊંઝામાં ધારાસભ્યના હસ્તે 95 લાખના વિકાસ કામોનું લોકાર્પણ

ઊંઝા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાએ સ્ટોર રૂમ અને ઓવરહેડ ટાંકી બનાવી
  • પાલિકા પ્રમુખ, એપીએમસી ચેરમેન સહિત હાજર રહ્યા

ઊંઝા પાલિકા દ્વારા રૂ. 95 લાખના ખર્ચે લશ્કરી છાવણીમા સ્ટોર રૂમ, ઉમિયા માતાજી ચોક પાસે સોસ કૂવા ખાતે સ્ટોર રૂમ, ઉમિયા નગરીમાં પાણીની ઓવર હેડ ટાંકીનું બાંધકામ પૂર્ણ કરાતાં ધારાસભ્ય ર્ડા. આશાબેન પટેલના હસ્તે લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે પાલિકા પ્રમુખ પટેલ રીંકુબેન, ઊંઝા માર્કેટયાર્ડ ચેરમેન પટેલ દિનેશભાઇ, ચીફ ઓફિસર અલ્પેશભાઈ પટેલ સહિત પાલિકા સદસ્યો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...