તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:મહિલા સાથે દુષ્કર્મ કરનાર દાસજનો રિક્ષાચાલક હિંમતનગરથી ઝડપાયો

ઊંઝા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલા પાંચ માસના બાળક સાથે વિસનગર જવા નીકળી હતી
  • વોટ્સએપના ડીપી આધારે યુવકની ઓળખ થઈ, રિક્ષા કબજે લેવાઈ

ઊંઝાના કહોડાની યુવતી ભાઈના ઘરે વિસનગર જવા નીકળી હતી, ત્યારે દાસજના રિક્ષાચાલકે દુષ્કર્મ આચર્યું હતું. આ કેસમાં પોલીસે રિક્ષાચાલકની ધરપકડ કરી છે.કહોડાની 20 વર્ષીય યુવતી 24 જૂને અગિયારસ હોવાથી ભાઈના ઘરે વિસનગર જવા પાંચ માસના બાળક સાથે નીકળી હતી. કહોડા હાઇવે પરથી મુસ્તાક તાજમભાઈ ઓડ (રહે. દાસજ, મૂળ રહે. વિસનગર પટણી દરવાજા)ની જીજે 08 ઝેડ 2184 અને જીજે 8 ઝેડ 2184 એમ બે અલગ અલગ નંબર પ્લેટ લગાવેલી રિક્ષામાં બેઠી હતી.

રસ્તામાં રિક્ષાચાલક મુસ્તાકે અઘટિત માંગણી કરી હતી, પરંતુ મહિલાએ ન માનતાં રિક્ષા રાજગઢ ગામની સીમમાં લઈ જઈ પાંચ માસના બાળકને મારી નાખવાની ધમકી આપી મહિલાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરી વિસનગર બસ સ્ટેશન પાસે ઉતારી ફરાર થઈ ગયો.જે બનાવ અંગે મહિલાએ પરિવારને જાણ કરતાં તપાસ હાથ ધરી હતી. જેમાં રિક્ષાચાલક મુસ્તાકનો મોબાઈલ નંબર મળ્યો હતો પણ તે બંધ આવતો હતો.

આથી વોટ્સએપ ડીપી ફોટો કહોડા ગામના આગેવાન કાંતિજી ઠાકોરને બતાવતાં રિક્ષાચાલકનું નામ ઠેકાણું બતાવતાં ચાલક દાસજનો મુસ્તાક હોવાનું ખુલતાં ઊંઝા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ઊંઝા પોલીસે હિંમતનગરથી મુસ્તાક તાજમભાઈ ઓડને ઊંઘતો ઝડપી તેના ઘર આગળથી રિક્ષા કબજે લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...