એશિયાખંડમાં નામ ધરાવતા ઊંઝા ગંજબજારમાં નવી સિઝનમાં જીરૂની આવક શરૂ થઇ છે. જેમાં પહેલા દિવસે જીરૂની હરાજીના મુહર્તમાં વીસ કિલોનો ભાવ 51.111 રૂપિયા બોલાયો હતો.
ઊંઝા માર્કેટ યાર્ડમાં નવા જીરાની આવક નોંધાઇ
ત્રણ બોરી જીરાની હરાજી કરાઈ હતી. માર્કેટમાં નવું જીરું આવવાની શરૂઆતથી વેપારીઓમાં ઉત્સાહ વધ્યો હતો. નવા જીરૂના મુહૂર્તમાં 20 કિલોગ્રામના 51.111 રૂપિયા ભાવ બોલાયો હતો. ઊંઝા ગંજબજારમાં ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી ખેડૂતો જીરું, વરિયાળી, રાયડો, મેથી જેવા અન્ય પાકો લઈને આવે છે. ખેડૂતોને પૂરતા ભાવ મળી રહે એના માટે વેપારીઓ હરાજી કરીને પાકના સારા ભાવ આપી ખેડૂતોને સારી આવક પણ આપે છે .જેને લઈને તમામ ખેડૂતો ઊંઝા ગંજબજારમાં પોતાનો પાક વેચવા માટે આવે છે.
જીરુંના બીજમાં સુગંધિત ગંધ અને કડવો સ્વાદ હોય છે
જીરું, ગરમ મસાલા અને કરી પાઉડરના મુખ્ય મસાલાઓમાંનું એક છે. જીરું તેની સુગંધ અને ઔષધીય ગુણધર્મો માટે ખાસ કરીને લોકપ્રિય છે. જીરુંનો ઉપયોગ તેમના વિશિષ્ટ સ્વાદ અને સુગંધ માટે મસાલા તરીકે થાય છે. ભારતમાં જીરુંનો ઉપયોગ હજારો વર્ષોથી અસંખ્ય કોરમા, મસાલા, સૂપ અને અન્ય મસાલેદાર ગ્રેવીના પરંપરાગત ઘટક તરીકે કરવામાં આવે છે. જીરુંના બીજમાં સુગંધિત ગંધ અને કડવો સ્વાદ હોય છે. તેનો ઉપયોગ મસાલા તરીકે થાય છે અને તે કરી પાઉડર, બ્રેડ, કેક અને ચીઝની સીઝનીંગમાં એક ઘટક છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.