તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ઊંઝામાં ક્રિકેટ સટ્ટો રમતો શખ્સ ઝબ્બે,7 સામે ગુનો

ઊંઝા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોબાઇલ-રોકડ મળી 21 હજારની મત્તા જપ્ત

ઊંઝામાંથી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો-રમાડતો શખ્સ ઝડપાયો હતો. પોલીસે કુલ 7 સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે 1 મોબાઈલ,રોકડ મળી કુલ રૂ.21,000 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

ઊંઝા પોલીસે રાધા કૃષ્ણ મંદિર પાસે ક્રિક્રેટ મેચ પર સટ્ટો રમતો હોવાની બાતમીના આધારે રેડ કરી પટેલ કૃણાલ ઉર્ફે ગટુ પ્રહલાદભાઈ (રહે. વાડીપરાચોક,ઊંઝા)ને ઝડપી લીધો હતો. પૂછપરછમાં આ શખ્સ તેના મોબાઈલમાંથી અન્ય 6 લોકોના અલગ અલગ યુઝર આઈડીથી ઓનલાઈન ક્રિકેટ સટ્ટો તેમજ અન્ય ગેમમાં પણ સટ્ટો રમાડતો હતો. કૃણાલ પટેલે મિત્ર પટેલ ચેતનભાઈ બંકિંમ (રહે.સાઈ વિહાર) પાસેથી યુઝર આઈડી મેળવી જે માંથી અલગ અલગ આઇડીથી પટેલ ગીરીશભાઈ રામજીભાઈ (રહે.પાર્વતીનગર) પટેલ મુકેશ મણિલાલ (રહે.જયવિજય સોસાયટી) દરજી સુહાગ મહેન્દ્રભાઈ (રહે,રાજગઢ) તથા અન્ય બે સટ્ટો રમતા હોવાનું ખુલ્યુ હતુ. 1 મોબાઈલ,રોકડ મળી કુલ રૂ.21હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...