તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગ્રાહકોમાં ફરિયાદ:ઊંઝાના વિશોળમાં સસ્તા અનાજની દુકાનેથી ઓછો જથ્થો અપાતો હોવાની ગ્રાહકોમાં ફરિયાદ

ઊંઝાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પુરવઠા અધિકારીએ કહ્યુ કે અમે સ્થળ તપાસ કરીશું અને રાશનકાર્ડ ધારકોના કાર્ડની ચકાસણી કરીશું
  • દુકાનના સંચાલકે કહ્યુ કે ઉપરથી જ જથ્થો ઓછો આવે છે તો અમે શુ કરી શકીએ

ઊંઝાના વિશોળના બસ સ્ટેશન પાસે આવેલ પંડિત દિનદયાળ રાશન ભંડારના સંચાલક દ્વારા 500 થી વધુ રાશનકાર્ડ ધારકોને અપૂરતો જથ્થો આપતા હોવાની ફરિયાદ ઉઠી હતી જેના પગલે રાશનકાર્ડ ધારક પટેલ વિષ્ણુભાઈ હરગોવનદાસે આ અંગે ફરિયાદ કરતાં પુરવઠા અધિકારી સોલંકીએ લાભાર્થી વિષ્ણુભાઈને આગામી સમયમાં તમામ ગ્રાહકોને પુરતો જથ્થો અપાશે તેવી બાંહેધરી આપી હતી.

તેમ છતાં ગ્રાહકોને અપુરતો જથ્થો મળતાં રોષ ભભૂક્યો હતો.જોકે હનુમાનપરામાં રહેતા ગ્રાહક પટેલ પરષોત્તમભાઈ કાળીદાસ રાશન લેવા ગયા હતા ત્યારે 28 જુલાઇએ તેમના નામનું બોગસ બીલ બન્યુ હોવાની જાણ થતાં તેઓ હેબતાઇ ગયા હતા. જોકે આ અંગે ઉચ્ચ અધિકારીઓ આ મામલે તટસ્થ તપાસ કરે તો ધણું બઘુ બહાર આવી શકે તેમ છે તેમ ગ્રાહકો જણાવી રહ્યા છે.

દુકાન સંચાલક પટેલ દિનેશભાઇ અંબાલાલે જણાવ્યુ હતુ કે ઉપર થી જથ્થો ઓછો આવે છે તો એમાં અમે શું કરી શકીએ જ્યારે પુરવઠા અધિકારી સોલંકીએ જણાવ્યું કે અમે સ્થળ તપાસ કરીશું, વિશોળના રાશનકાર્ડ ધારકો અને એમના કાર્ડની ચકાસણી કરીશું.

અન્ય સમાચારો પણ છે...