કોંગ્રેસના ઉમેદવારે પ્રચારના શ્રી ગણેશ કર્યા:ઊંઝા બેઠક પર કોંગ્રેસ મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું; ઉમેદવાર અરવિંદ પટેલે જીતની આશા વ્યક્ત કરી

ઊંંઝા3 મહિનો પહેલા

21 ઊંઝા વિધાનસભા બેઠક ઉપરથી આજે કોંગ્રેસ મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું આજથી કોંગ્રેસના ઉમેદવારે પ્રચારના શ્રી ગણેશ કર્યા.

ઊંઝા વિધાનસભા બેઠક ઉપર આજે ઊંઝા કાર્યાલયના ઉદ્ઘાટનમાં એન.કે પટેલ, ઠાકોર ઈશ્વરજી, પટેલ પવનભાઈ, આંટા કડવા પાટીદાર સમાજના પૂર્વ પ્રમુખ ગિધાભાઈ પટેલ, કોંગ્રેસ તાલુકા પ્રમુખ જી.પી ઝાલા, શહેર પ્રમુખ કેતનભાઈ પટેલ, ઠાકોર હર્ષદસિંહ તેમજ કોંગ્રેસના કાર્યકરો અને સામાજિક તેમજ રાજકીય આગેવાનોએ હાજરી આપી હતી.

આજથી કોંગ્રેસના પ્રચાર માટે શ્રી ગણેશ કરવામાં આવ્યા છે અને ઊંઝા વિધાનસભા બેઠક ઉપર ઉમેદવાર અરવિંદ પટેલે જીતની આશા વ્યક્ત કરી હતી. તેમજ વધુમાં અરવિંદ પટેલે જણાવ્યું હતું કે, ઊંઝા વિધાનસભા બેઠક ઉપર જંગી મતોથી જીતીને ગુજરાતમાં 125થી વધુ સીટો મેળવી સરકાર બનાવીશું.

અન્ય સમાચારો પણ છે...