કોંગ્રેસની ખાટલા બેઠક:ઊંઝા વિધાનસભા બેઠક પર કોંગ્રેસનો જોરશોરમાં પ્રચાર, લોક ચર્ચામાં પ્રતિસાદ મળતા જીતની આશા વ્યક્ત કરી

ઊંંઝા16 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઊંઝા વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસનો દબદબો જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકો મોંઘવારીના મુદ્દે ભાજપ સામે પ્રશ્ન ઉઠાવી રહ્યા છે. જેને લઈને ઊંઝા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર અરવિંદ પટેલે જણાવ્યું હતું કે, સ્થાનિક લોકો મોંઘવારીને લઈને ખૂબ જ ચિંતિત જોવા મળી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી વધતી જતી મોંઘવારીને જોતા આ વખતે સ્થાનિક પ્રજા પરિવર્તન કરી શકે છે.

ઊંઝા બેઠક ઉપર ત્રીપાખીયો જંગ ખેલાશે
આમ આદમી પાર્ટી ભાજપની વોટ બેન્ક ઉપર મોટી અસર પાડી શકે છે. જે વોટબેંક તૂટવાથી ભાજપની હાર થઈ શકે છે, જેમાં કોંગ્રેસ ત્રીપાંખિયા જંગમાં જીત મેળવી શકે છે. વધુમાં અરવિંદ પટેલે જણાવ્યું હતું કે, આવનારા સમયમાં કોંગ્રેસ પાર્ટી સત્તા ઉપર આવશે અને ગુજરાતમાં કોંગ્રેસ સરકાર આવશે. ત્યારે જનતાના તમામ પ્રશ્નો હલ કરવામાં આવશે તમામ મુદ્દાઓ સાથે જનતા વચ્ચે રહી સરકાર કામ કરશે.

અન્ય સમાચારો પણ છે...