બ્લડ ડોનેશન કેમ્પ:ઊંઝા ઐઠોર ગણપતિ પરિસરમાં રક્તદાન કેમ્પ યોજાયો, મહિલાઓએ રક્તદાન કેમ્પમાં ભાગ લીધો

ઊંંઝા19 દિવસ પહેલા

ઐઠોર ગણપતિ મંદિર સંસ્થા અને રોટરી ક્લબ ઊંઝાની “ઉમ્મીદ” બ્લડ ડોનેશન કેમ્પ ડ્રાઈવ અંતર્ગત ગણેશ ચોથના દિવસે રક્તદાન કેમ્પનું ગણપતિ મંદિર પરિસર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઐઠોર સંસ્થાના પ્રમુખ મુકેશભાઈ ચૌધરી, રોટરી ક્લબ ઊંઝાના પ્રમુખ અને ગ્રેનસ ઓર્ગેનાઇજેશન કો-ઓર્ડીનેટર હિતેષ પટેલ (HH) ઉપસ્થિત રહ્યાં હતા.

ગણપતિ દાદાના દર્શને આવેલ ભાવિક ભક્તો દ્વારા 71 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. વિશેષ નોંધનીય વાત એ છે કે 21 થી વધારે મહિલાઓ રક્તદાન કર્યું હતું. સર્વોદય ચેરીટેબલ બ્લડ સેન્ટર અમદાવાદ ના સહયોગથી દરેક રક્તદાતાઓને સ્મૃતિ ભેટ અર્પણ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...