તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:ઊંઝા કામદાર પેનલના કોર્પોરેટરની સફાઈ મામલે ભાજપ દંડકને ધમકી

ઊંઝા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સફાઈ મુદ્દે પાલિકા કોર્પોરેટરો સામસામે આવી ગયા,3 સામે ગુનો

ઊંઝામાં સફાઈ મુદ્દે પાલિકા કોર્પોરેટરો સામસામે આવી જતા વિપક્ષ કોર્પોરેટરોએ ભાજપ ના કોર્પોરેટરને જાનથી મારી નાખવાની ધમકી આપતાં ત્રણ સામે ફરિયાદ નોંધાઈ હતી. ઊંઝામાં સફાઈ મુદ્દે રોજમદારો ની હડતાળ સમયે કામદાર પેનલ ના બે કોર્પોરેટરો વોર્ડ 8 ના જીતેન્દ્ર કુમાર ઉર્ફે જીતુભાઈ રાયચંદભાઈ પટેલ , વોર્ડ 5 પટેલ અલકેશભાઈ મોહનલાલ અને અપક્ષ કોર્પોરેટર વોર્ડ 2 ના પટેલ ભાવેશકુમાર કમલેશભાઈ એ એમના વોર્ડ માં સફાઈ કેમ નથી થતી,તમે ચૂંટાયેલ કોર્પોરેટરો પોતપોતાના વોર્ડ માંજ સફાઈ કેમ કરાવો છો એમ કહી ત્રણમાંથી એક પટેલ જીતેન્દ્રભાઈ દારૂ પીધેલી હાલતમાં હતા.

એમની સાથે બે જણા ભેગા મળી ગાળાગાળી કરી તમો ને અમે છોડીશું નહીં કહી,જાનથી મારી નાખવાની ધમકી વોર્ડ નંબર 7 ના કોર્પોરેટર ભાજપ દંડક પટેલ મહેશભાઈ ઉર્ફે મામૂ અંબાલાલ 2જૂન ને રાત્રે 8 વાગ્યે નગરપાલિકા આવી સફાઈ કામગીરી મુદ્દે આવી ઉભા હતા.

ત્યારે ઉપરોક્ત 3 વ્યક્તિઓએ ઊંઝા નગરપાલિકા ઉપ.પ્રમુખ પટેલ અલ્પેશભાઈ ગુણવંતભાઈ,બાંધકામ ચેરમેન પટેલ રાજેન્દ્રભાઇ બાબુલાલ, કારોબારી ચેરમેન પટેલ પ્રીતેશભાઈ નરેશકુમાર,નગર પાલિકા કર્મચારીઓ પરમાર ચિરાગકુમાર નારેશકુમાર ,પટેલ પ્રિયંકભાઈ શૈલેષકુમાર,પટેલ હર્ષ ગણેશભાઈ તેમજ અન્ય કોર્પોરેટરો અને કર્મચારીઓની હાજરીમાં ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્તા ઊંઝા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા આઈપીસી કલમ 504,506(2)અને 114 મુજબ ગુનો નોંધી ત્રણ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

આ ત્રણ સામે ગુનો
1.જીતેન્દ્ર કુમાર ઉર્ફે જીતુભાઈ રાયચંદભાઈ પટેલ
2. પટેલ અલ્કેશભાઈ મોહનલાલ
3.પટેલ ભાવેશકુમાર કમલેશભાઈ

અન્ય સમાચારો પણ છે...