વિધાનસભા બેઠકની સીટો જાહેર:ઊંઝા વિધાનસભા બેઠક માટે આખરે  ભાજપની અટકળોનો અંત; RSSમાં સેવા આપી ચુકેલા વ્યક્તિને ટિકિટ

ઊંંઝાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

2022ની વિધાનસભાની ચૂંટણીને લઈને ઊંઝા વિધાનસભા બેઠક માટે આખરે ભાજપની અટકળોનો અંત આવ્યો હતો. આ બેઠક પરથી કોને ટીકીટ મળશે એ ચર્ચાનો વિષય ઘણાં સમયથી રહ્યો હતો. ભાજપે ઉમેદવારોની યાદી બહાર પાડતાં લોકોને ઉદ્ભવતાં પ્રશ્નોનો જાણે અંત આવ્યો હતો.

કિરીટ પટેલની ટિકિટ જાહેર
ઊંઝા વિધાનસભા બેઠક ઉપર ભાજપના કાર્યકરોએ દાવેદારી નોંધાવી હતી જેને લઈને ઊંઝા બેઠક ઉપર હરીફાઈમાં ઋષિકેશ પટેલ પણ આવ્યા હતાં પરંતુ આજે ભાજપે વિધાનસભા બેઠકની સીટો જાહેર કરી છે. જેમાં, ઊંઝા વિધાનસભા બેઠક ઉપર કિરીટ કેશવલાલ પટેલની ટીકીટ જાહેર કરાઇ છે. જેઓ RSSમાં પણ સેવા આપી ચુક્યા છે.
ઊંઝા વિધાનસભા બેઠક ઉપરથી કિરીટ પટેલને ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવાર જાહેર કરી ટીકીટ અપાઈ છે.

અન્ય સમાચારો પણ છે...