ચૂંટણા પ્રચારનો ધમધમાટ:ઊંઝા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર કે.કે પટેલે ફોર્મ ભર્યુ, રાત્રે નગરસભાથી પ્રચારની શરૂઆત કરી

ઊંંઝા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ત્યારબાદ રાત્રે ઊંઝા નગરમાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં મોટી સંખ્યમાં નગરજનો અને પાર્ટીના કાર્યકર્તાઓ હાજર રહ્યાં હતા.

વિધાનસભાની ચૂંટણીને લઈને ઊંઝા વિધાનસભામાં કિરીટ પટેલે ફોર્મ ભરીને પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા. ઊંઝા નગરના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમજ રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઊંઝા શહેરના અને આજુબાજુના લોકો જોડાયા હતા. ઊંઝા વિધાનસભા આવતા તમામ ગામડાઓમાં પ્રચાર કરવામાં આવશે. તેમજ રોડ શો પણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...