ભારતીય જનતા પાર્ટીના મહેસાણા જિલ્લાના નવનિયુક્ત પ્રમુખ ગિરીશ રાજગોર ઉમિયા ધામના દર્શન કરી આશીર્વાદ લીધા હતા. ભાજપના કાર્યકર્તાઓએ નવ નિયુક્ત ગિરીશ રાજગોરનું સ્વાગત કર્યું હતું. આ સમયે ઊંઝા શહેર યુવા મોરચા પ્રમુખ અમિત પટેલ પણ હાજર રહ્યા હતા. નોંધનીય બાબત છે કે જિલ્લા ભાજપ પ્રમુખ પદે 30 વર્ષ બાદ કોઈ બિન પાટીદાર કાર્યકર્તાની વરણી કરવામાં આવી છે. ઉમિયા માતાજીના દર્શન કરી ગિરીશ રાજગોરે કાર્યભાર સંભાળ્યો હતો. જેને લઈને કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
ગિરીશ રાજગોર RSSના વફાદાર રહ્યા છે
આગામી લોકસભાની ચૂંટણીને લઈને પાટીદાર ઉમેદવાર જો મેદાનમાં ઉતારવામાં આવે તો OBC સમાજના વોટનો ફાયદો થઈ શકે છે. તેમ રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. ગિરીશ રાજગોર નગરપાલિકા પ્રમુખ તરીકેની પણ જવાબદારી નિભાવી ચૂક્યા છે. તેઓ જિલ્લા ઉપપ્રમુખ પણ રહી ચૂક્યા છે. ત્રણ દાયકાથી પાટીદાર સમાજમાંથી ભાજપ પ્રમુખ બનતા હતા પરંતુ આ વખતે પ્રદેશ ભાજપ દ્વારા મહેસાણા જિલ્લા પ્રમુખ તરીકે OBC ચહેરાને તક આપવામાં આવી છે. તેઓ RSSના ચુસ્ત સમર્થક રહી ચૂકેલા છે. તેને ધ્યાને લઈને ભાજપ દ્વારા તેમની પસંદગી કરવામાં આવી છે. તેમને ઉમિયા ધામ સેવા સંસ્થાના ટ્રસ્ટીઓ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત આવનાર સમયમાં ભારતીય જનતા પાર્ટીની કામગીરી વિશે ચર્ચા પણ કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.