ચૂંટણીનું પરિણામ:ઉનાવા એપીએમસીના વર્તમાન ચેરમેન ભીખાભાઈ પટેલ હાર્યા

ઊંઝા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ચૂંટણીમાં વિજેતા બનેલા ઉમેદવારોએ વિજયોત્સવ મનાવ્યો હતો. - Divya Bhaskar
ચૂંટણીમાં વિજેતા બનેલા ઉમેદવારોએ વિજયોત્સવ મનાવ્યો હતો.
  • ઉનાવા એપીએમસીમાં યોજાયેલી ચૂંટણીનું પરિણામ જાહેર

ઉનાવા એપીએમસીમાં બુધવારે ખેડૂત વિભાગ તેમજ વેપારી વિભાગના કુલ 17 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાઈ હતી જેમાંથી ખેડૂત વિભાગના 153 ખેડૂત મતદારો તેમજ વેપારી વિભાગના 561 વેપારી મતદારોએ મતદાન કર્યું હતું. ચૂંટણીમાં ખેડૂત વિભાગમાં 12 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી જેમાંથી 10 ઉમેદવારો લેવાના હતા.

જ્યારે વેપારી વિભાગના 05 ઉમેદવારોમાંથી 04 ઉમેદવારો લેવાના હતા. ગુરુવારે જાહેર થયેલા પરિણામ મુજબ ઉનાવા એપીએમસીના વર્તમાન ચેરમેન પટેલ ભીખાભાઈ વિઠ્ઠલદાસને માત્ર 80 મત મેળવ્યા હતા અને તેમની હાર થઈ હતી. જ્યારે તાલુકાના ઐઠોર ગામના વર્તમાન સરપંચ અને ચૂંટણીમાં 29 વર્ષિય સૌથી નાની વયના ઉમેદવારી નોંધાવનાર કશ્યપભાઈ પટેલે 151 મત મેળવી વિજય પ્રાપ્ત કર્યો હતો.

ખેડૂત વિભાગમાં જીતેલા ઉમેદવારો અને મત
1 - પટેલ પ્રહલાદભાઇ ડાહ્યાભાઈ - 152 મત
2 - પટેલ કશ્યપભાઈ સુરેશભાઈ - 151 મત
3 - પટેલ પ્રકાશભાઈ સેંધાભાઈ - 151 મત
4 - પટેલ સુદીપકુમાર સુરેશભાઈ - 149 મત
5 - પટેલ જયેશકુમાર બબલદાસ - 148 મત
6 - પટેલ અમૃતલાલ વિઠ્ઠલદાસ - 146 મત
7 - પટેલ રસિકભાઈ કાંતિભાઈ - 145 મત
8 - પટેલ અમૃતલાલ અમથારામ - 144 મત
9 - પટેલ સુરેશભાઈ ડાહ્યાભાઈ - 142 મત
10 - પટેલ હરેશભાઈ નરોત્તમભાઈ - 82 મત

ધારાસભ્ય અને ઊંઝા એપીએમસીના ચેરમેને કોંગ્રેસ પ્રેરિત માણસોને ઉત્સાહિત કર્યા : ભીખાભાઇ પટેલ
ઊંઝા: ભાજપના ઉપરથી મેન્ડેટ આવેલા હતા જેમાં ખેડૂત અને વેપારી વિભાગની પેનલ ઉતારી હતી અને મેન્ડેટ આગલી રાત્રે 10 વાગ્યે ખોલવામાં આવ્યા હતા જેમાં ઊંઝાના ધારાસભ્ય ડૉ.આશાબેન પટેલ અને ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશભાઈ પટેલ દ્વારા આ મેન્ડેટની અવગણના કરી કોંગ્રેસ પ્રેરિત માણસોને ઉત્સાહિત કરી તેમને સપોર્ટ કર્યો છે જેથી અમારી પેનલમાં હું એકલો હાર્યો હતો અને બાકી બધા એકતરફી જીત્યા હતા તેવું ઉનાવા એપીએમસીના વર્તમાન ચેરમેન ભીખાભાઇ પટેલ જેઓની હાર થતાં મીડિયા સામે નિવેદન આપ્યું હતું.

ખેડૂત વિભાગમાં હારેલા ઉમેદવારો અને મેળવેલ મત
1 પટેલ ભીખાભાઈ વિઠ્ઠલદાસ - 80 મત,
2 રાજપૂત ભરતજી ચેનાજી - 12 મત

વેપારી વિભાગમાં જીતેલા ઉમેદવારો અને મેળવેલ મત
1 પટેલ દીક્ષિત મહેન્દ્રભાઈ - 429 મત,2 પટેલ દેવાંગકુમાર રસીકભાઈ - 426 મત,3 - નાયક કિરણકુમાર બાબુલાલ - 375 મત,4 - પટેલ રાકેશકુમાર છગનલાલ - 354 મત

વેપારી વિભાગમાં હારેલા ઉમેદવારો અને મેળવેલ મત
1 પટેલ પિંકલકુમાર હર્ષદભાઈ - 275 મત

અન્ય સમાચારો પણ છે...