ઊંઝામાં ભાજપનો ભવ્ય રોડ શો:વિધાનસભા બેઠકના ઉમેદવાર કિરીટ પટેલે પાર્ટીના આગેવાનોની ઉપસ્થિતિમાં ઉમેદવારી ફોર્મ ભર્યું

ઊંંઝા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેના ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. ત્યારે ઊંઝા 21-વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવારે ઊંઝા વિધાનસભા કાર્યાલયથી ભવ્ય રેલી કાઢી કાર્યકરો અને મોટી જનમેદની સાથે મામલતદાર કચેરી ખાતે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.

21-ઊંઝા વિધાનસભા બેઠકના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીએ કિરીટ કેશવલાલ પટેલને ટિકિટ આપી છે. આજરોજ ચૂંટણી માટેના ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી ઊંઝા શહેરમાં ભવ્ય રેલી કાઢવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ, પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ એ.એસ.પટેલ, પ્રદેશ મંત્રી પંકજ ચૌધરી, પૂર્વ સાંસદ સભ્ય જયશ્રીબેન પટેલ, એ.પી.એમ.સી. ચેરમેન દિનેશ પટેલ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તેમજ નાગરીકો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...