ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ:ઊંઝા વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર આજે અરવિંદ પટેલ ફોર્મ ભરશે

ઊંંઝા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઊંઝા વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર અરવિંદ પટેલ આજે આખરી તારીખે ફોર્મ ભરશે. કોંગ્રેસના ઉમેદવાર અરવિંદ પટેલ પ્રદેશ ડેલીગેટ હોદ્દો ઉપર હાલમાં ફરજ નિભાવી રહ્યા છે.

ઊંઝા વિધાનસભા બેઠક ઉપર ક્ષત્રિય સમાજ અને પાટીદાર સમાજ બહુમતી ધરાવે છે. અન્ય સમાજો સાથે સંકળાયેલા અરવિંદ પટેલને કોંગ્રેસ પક્ષે ટીકીટ આપી છે. તેમજ ઊંઝા બેઠક ઉપર હાલમાં બન્ને પક્ષના ઉમેદવાર પાટીદાર સમાજના ઉતાર્યા છે. વધુમાં પાટીદાર સામે પાટીદાર એટલે કે કાંટાની ટક્કર રહશે. અરવિંદ પટેલ છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસ પક્ષમાં સક્રિય હોદ્દેદારોની હરોળમાં કામ કરી રહ્યા છે.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...