ઉનાવા ખાતે APMCમાં ગુજરાત ગૌરવ યાત્રાનું આગમન થયું હતું. જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, કેન્દ્રીય મંત્રી ડો સંજીવ બાલ્યન ઊંઝા ખાતે પધાર્યા હતા. ઉનાવા એ.પી.એમ.સી હાઈવે ખાતે આજે "ગુજરાત ગૌરવ યાત્રા"માં પ્રદેશની ટીમનું કાર્યકર્તાઓ દ્વારા ઉમંગ, ઉલ્લાસ અને જોશ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં એમ.એસ.પટેલ(કલેક્ટર) એપીએમસી ચેરમેન દિનેશભાઇ પટેલ તેમજ પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ, પૂર્વ મહામંત્રી કે.સી. પટેલ, જિલ્લા પ્રમુખ જશુભાઈ પટેલ, ગુજરાત ભાજપ પ્રદેશ સંગઠનના હોદ્દેદારો સહિત સાંસદ, જિલ્લા તથા તાલુકાના હોદ્દેદારો, આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.