જૂના કેસ અંતર્ગત ધરપકડ:ઊંઝામાંથી ધમા મિલનની ઉર્ફે ધર્મેન્દ્ર પટેલની પાસા હેઠળ ધરપકડ; એક વર્ષ અગાઉ જુગાર રમવા બાબતે ગુનો દાખલ થયો હતો

ઊંંઝા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઊંઝામાંથી ધમા મિલનની ઉર્ફે ધર્મેન્દ્ર પટેલની પાસા હેઠળ ગાંધીનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ગાંધીનગર પેથાપુર વિસ્તારમાં એક વર્ષ અગાઉ જુગાર રમવા બાબતે તેની સાામે ગુન્હો દાખલ થયો હતો. આજે શુક્રવારે ઊંઝા બજારમાં આવેલ ધર્મેન્દ્ર પટેલની ઓફિસેથી તેની ધરપકડ થતા ઊંઝાનું રાજકારણમાં ફરી એકવાર ગરમાયું છે.

એક વર્ષ અગાઉ જુગાર રમવા બાબતે ગુનો નોંધાયો હતો
જુના પાસા કેસમાં ધમા મિલનની ઉર્ફે ધર્મેન્દ્ર પટેલની ધરપકડ થઈ છે. જે આવનારી 2022ની વિધાનસભાની ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે 2022ની વિધાનસભાની ચૂંટણીને લઈને ઊંઝા વિધાનસભામાં તર્કવિતર્ક સર્જાયા છે, ઊંઝા વિધાનસભાનું રાજકારણ ગરમાયું છે. ટૂંક જ સમયમાં ધર્મન્દ્ર પટેલ ઉર્ફે ધમો મિલન સામાજિક મિટિંગ પણ કરવાનો હતો.

અન્ય સમાચારો પણ છે...