રોષ:ઊંઝા પાલિકામાં સફાઇ કામદારોને મનસ્વી પણે કોન્ટ્રાક્ટ પદ્ધતિમાં ધકેલવા સામે રોષ

ઊંઝા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • CO અને પાલિકા પ્રમુખ વિરુદ્ધ અખિલ ભારતીય સફાઇ કામદાર સંગઠનની ગાંધીનગરમાં રજૂઆત

ઊંઝા નગરપાલિકામાં વર્ષોથી કામ કરતા સફાઈ કામદારને મનસ્વી પણે અને ખોટી રીતે કોન્ટ્રાક્ટ પધ્ધતિમાં ધકેલવાના કામ સંદર્ભે ઊંઝા પાલિકાના ચીફ ઓફિસર રવિકાન્ત પટેલ અને પ્રમુખ રિન્કુબેન પટેલ વિરુદ્ધ અખિલ ભારતીય સફાઈ કામદાર સંગઠન, નવી દિલ્હીના લેટરપેડ ઉપર પ્રાદેશિક કમીશ્નર, મ્યુનિસિપલ પાલિકા ગાંધીનગરમાં લેખિત રજૂઆત કરાઇ હતી.

જેમાં જણાવ્યું છે કે, 15 વર્ષથી કામ કરતા કામદારો અને સફાઈ કર્મચારીઓને લઘુત્તમ વેતન તથા કોઈપણ સરકારી નિયમનું પાલન કરાવાતા નથી. આગામી સમયમાં પાલિકામાં કામ કરતા ગટર કામદારોનું ઊંઝા જીઆઈડીસીમા ભૂગર્ભ ગટરમાં ઉતરવાના કારણે ગટર કામદારો મૃત્યુ પામ્યા હતા. તેમ છતાં આજે પણ મેન્યુઅલ સ્કેવેન્જર્સ એક્ટનો ઊંઝા પાલિકા દ્વારા સરેઆમ ઉલ્લંઘન થતું હોય તેમ દેખાઈ આવે છે.

વધુમાં સફાઈ કામદારો દ્વારા આક્ષેપ કરાયો છે કે, ઊંઝા પાલિકા દ્વારા ગટરમાં ઉતરવાથી ગટર કામદારોનું મૃત્યુ થયું હતું. તેમ છતાં પાલિકા દ્વારા ગટર સફાઈનો કોન્ટ્રાક્ટ અપાયો છે. જેથી એજન્સી મારફતે ગટર સફાઈ કામદારોની જીંદગી ખાતે કથિત ખીલવાડ કરી શકે. આવા કોન્ટ્રાક્ટર ઉપર મેન્યુઅલ સ્કેવેન્જર્સ એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવે અને કોન્ટ્રાક્ટ રદ્દ કરવામાં આવે.

અખિલ ભારતીય સફાઈ કામદાર સંગઠન દ્વારા પ્રાદેશિક કમીશ્નર, મ્યુનિસિપલ પાલિકા ગાંધીનગરમાં કરાયેલ લેખિત રજૂઆતને પગલે પ્રાદેશિક કમીશ્નર, મ્યુનિસિપલ પાલિકા ગાંધીનગરે ઊંઝા પાલિકાના ચીફ ઓફિસર રવિકાન્ત પટેલને આ બાબતે તપાસ કરી નિયમોનુસાર ઘટતી કાર્યવાહી કરી અરજદારને કચેરીમાં બોલાવી પ્રત્યુત્તર પાઠવવા આદેશ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...