ઊંઝામાં સ્વ. હીરાબાની શ્રદ્ધાંજલિ સભા યોજાઈ:તમામ પદાધિકારીઓએ દુઃખની લાગણી વ્યક્ત કરી; મંગળવારે રાતે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કર્યા હતા

ઊંંઝાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

આજ રોજ ઊંઝા APMC ખાતે સ્વ. હીરાબા દામોદરદાસ મોદીની શ્રદ્ધાજંલી સભા યોજાઈ હતી. ગંજ બજારના વેપારીઓ સાથે મળીને શ્રદ્ધાંજલિ સભા યોજાઈ હતી. જેમાં ઊંઝાના APMC ચેરમેન દિનેશ પટેલ, ધારાસભ્ય કે.કે. પટેલ સહિતના ભાજપ સંગઠનના હોદ્દેદારો અને ભાજપના પદાધિકારીઓ તથા કાર્યકર્તાઓ હાજર રહી શ્રદ્ધાજંલી અર્પી હતી. આવેલા તમામ પદાધિકારીઓએ દુઃખની લાગણી વ્યક્ત કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું દેહાવસાન થયું હોવાના સમાચાર આવ્યા બાદ માત્ર રાજકીય વર્તુળોમાં જ નહીં દેશના તમામ લોકો આ સમાચારથી દુઃખી થયા છે. વડાપ્રધાન મોદી પણ અમદાવાદ પહોંચ્યા હતા. હીરાબા મોદીનો જન્મ સાલ 1923 ગુજરાતમાં મહેસાણાના વિસનગરમાં થયો હતો. જે તેઓના વતન વડનગરની નજીક છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાને મંગળવારે રાતે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતા. ત્યાર બાદ તેઓનું અવસાન થયું હતું.

અન્ય સમાચારો પણ છે...