ચાઈનિઝ દોરીનું ધૂમ વેચાણ:ઊંઝામાં એક્ટિવાચાલકનું ચાઈનિઝ દોરીથી ગળું કપાયું, 40 ટાંકા આવ્યા

ઊંઝા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓવરબ્રિજ પાસેથી પસાર થતાં દોરી ગળામાં વીંટાઇ ગઇ, પ્રતિબંધિત દોરીનું ધૂમ વેચાણ

ઊંઝા શહેરમાં એક્ટિવા લઈને જઈ રહેલા યુવાનનું પ્રતિબંધિત ચાઈનિઝ દોરીથી ગળું કપાઈ ગયું હતું. ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઇ જવાતાં 40 ટાંકા આવ્યા હતા. ઊંઝા બજારમાં પ્રતિબંધિત ચાઈનિઝ દોરીનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે.

ઊંઝાના શિવનગર પાર્વતીનગર સોસાયટી સામે રહેતા પટેલ માર્ટિન રાજેશભાઈ સવારે ઓવરબ્રિજ પાસે એક્ટિવા લઈને પસાર થતા હતા ત્યારે ચાઈનિઝ દોરી ગળામાં વીંટળાઈ જતાં ગળું કપાઈ ગયું હતું. જેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાતાં સમયસર સારવાર મળી જતાં જીવ બચી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...