ઊંઝા મક્તુપુર નેશનલ હાઇવે નજીક અકસ્માત સર્જાયો હતો. વાહન ચાલકને ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે ખસેડાયો હતો પરંતુ સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.
ઊંઝાના પટેલ અનિલ પોતાના કામકાજ હેતુ ઊંઝા મક્તુપુર સાઈડ ઉપર આવેલ પોતાની મધર મોટર્સથી નીકળ્યા હતા. ત્યારબાદ કામ અર્થ મક્તુપુર ગયા હતા. જે કામ પૂરું કરીને મક્તુપુરથી ઊંઝા તરફથી આવતા હતા. એ દરમ્યાન પોતાની ગાડીનું ડ્રાઇવર સાઈડનું ટાયર ફાટતા ગાડી પરનું કાબુ ગુમાવતા મક્તુપુર નજીક રામદેવ ધાબા પાસે ઉભી રાખેલી ટ્રક પાછળ ગાડી જોરદાર અથડાઈ હતી. જેને લઈને અનિલ પટેલની આઈ ટેન ગાડી ડેમેજ થઈ ગઈ હતી અને ગાડી ચાલક અનિલને માથાના ભાગે અને અન્ય શરીરના ભાગો ઉપર ગંભીર ઈજાઓ થઈ હતી.
જે બાદ ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. જે બાબતે ઊંઝા પોલીસે આઈ પી સી સેક્શન કલમ 279,304 (a),177,184 મુજબ અકસ્માતનો ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.