યોગમય ગુજરાત:ઉંઝા એપીએમસી હોલ ખાતે યોગ સંવાદ કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું

ઊંંઝા2 દિવસ પહેલા
  • કૉપી લિંક

આજરોજ ઉંઝા એપીએમસી હોલ ખાતે યોગમય ગુજરાતની યોજનાના ભાગરૂપે યોગ સંવાદ કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શીશપાલજી વિશેષ ઉપસ્થિત રહી યોગ અંગે માર્ગદર્શન આપ્યું હતું. જેઓ સને 2004 માં રવિશંકર અને સને2005 માં બાબા રામદેવ સાથે યોગમાં જોડાયા હતા. યોગથી થતા ફાયદા વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ કાર્યકમમાં ઉંઝા એ.પી.એમ.સી ચેરમેન દિનેશભાઇ પટેલ, ઊંઝા નગરપાલિકા પ્રમુખ રીંકુબેન પટેલ સહિત યોગ ટ્રેઈનરો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...