લોકાર્પણ:મહેસાણામાં 40 કરોડના ખર્ચે અદ્યતન કલેક્ટર કચેરી બનશે

ઊંઝા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
કેન્દ્રીય રેલવેમંત્રી દર્શના જરદોશના હસ્તે ભાન્ડુ ઓવરબ્રિજનું કરાયું હતું. - Divya Bhaskar
કેન્દ્રીય રેલવેમંત્રી દર્શના જરદોશના હસ્તે ભાન્ડુ ઓવરબ્રિજનું કરાયું હતું.
  • રાજ્યના માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીની ઊંઝામાં જાહેરાત
  • રૂ.151.27 કરોડના ખર્ચે મહેસાણા અને પાલનપુરમાં નવનિર્મિત 3 રેલવે ઓવરબ્રિજ અને સબ-વેનું રેલવે મંત્રી દર્શના જરદોશના હસ્તે લોકાર્પણ
  • જોટાણા તાલુકા સેવાસદન માટે 15 કરોડ મંજૂર કરાયા

રેલવે ઓવરબ્રિજના લોકાર્પણ પ્રસંગે ઊંઝા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ મહેસાણા ખાતે નવી કલેક્ટર કચેરી બનાવવા રૂ.40 કરોડ તેમજ જોટાણા તાલુકામાં તાલુકા સેવાસદન બનાવવા રૂ. 15.11 કરોડ મંજૂર કર્યા હોવાની જાહેરાત કરી હતી. રૂ.522 કરોડનાં 286 કામો ટૂંક સમયમાં શરૂ થનાર હોવાનું ઉમેર્યું હતું.

કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર રેલમાર્ગ ઉપર રૂ.151.27 કરોડનો ખર્ચે તૈયાર કરાયેલા ઊંઝા- ભાન્ડુ- મોટીદાઉ રેલવે લાઇન પરના બે ઓવરબ્રિજ, પાલનપુર-ઉમરદશી લાઇન પરનો ઓવર બ્રિજ તેમજ પાલનપુર રેલવે સ્ટેશને નવનિર્મિત ટ્વિન ઓવરબ્રિજ અને રાહદારીઓ માટેના સબ-વેનું લોકાર્પણ શુક્રવારે ભારત સરકારના રેલવે મંત્રી દર્શના જરદોશના હસ્તે કરાયું હતું.

આ પ્રસંગે માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું કે, મહેસાણા જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા રાજ્ય અને પંચાયત હસ્તક છેલ્લા 3 વર્ષમાં રસ્તા તથા પુલોના કુલ રૂ.1023 કરોડના 770 કામો મંજૂર કરાયા હતા. જેમાંથી રૂ.301 કરોડના ખર્ચે 304 કામો પૂર્ણ થયા હોવાની અને રૂ.282 કરોડનાં 198 કામો પ્રગતિ હેઠળ છે, જે ટૂંક સમયમાં પૂરા થઇ જશે, તેમજ રૂ.522 કરોડનાં 286 કામો ટૂંક સમયમાં શરૂ થનાર છે તેમ ઉર્મેયું હતું.

રાજ્ય ધોરીમાર્ગ પર મહેસાણાથી સિદ્ધપુરનું રૂ. 229.50 કરોડના ખર્ચે અને સિદ્ધપુર થી પાલનપુરનું રૂ.215.10 કરોડના ખર્ચે રસ્તો છમાર્ગીય કરવાનું કામ પૂર્ણ થવામાં છે. મહેસાણાના મોઢેરા ચાર રસ્તાના જંકશન પર ટ્રાફિકનું ભારણ ઘટાડવા રૂ.111.30 કરોડના ખર્ચે ચાલતું અંડરપાસનું કામ પૂર્ણ થવામાં છે.

આ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, લોકસભા સાંસદ શારદાબેન પટેલ, ભરતસિંહ ડાભી અને પરબતભાઇ પટેલ, રાજ્યસભાના સાંસદ જુગલસિંહ લોખંડવાલા અને દિનેશ અનાવાડિયા, ભાજપના ઉપાધ્યક્ષ એમ. એસ.પટેલ, ધારાસભ્યો રમણ ભાઈ પટેલ, અજમલજી ઠાકોર અને કરશનભાઇ સોલંકી સહિત મહાનુભાવો અને રેલવેના અધિકારીઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સ્વાગત પ્રવચન ડીએફસીના એમડી આર.કે. જૈને કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...