મહેસાણા ફૂડ વિભાગે ઊંઝાના દાસજ ગામેથી વરિયાળીમાંથી બનાવટી જીરું બનાવતું ગોડાઉન ઝડપી પાડ્યું હતું. બનાવટી જીરૂના સેમ્પલ લઈ ગોડાઉનમાં પથરાયેલ રૂ.5 લાખની કિંમતનો 3,360 કિલો જપ્ત કરી સીઝ કર્યો હતો.
બનાવટી જીરુનો જથ્થો કબજે કરી સિઝ કર્યો
મહેસાણા ફૂડ વિભાગની ટીમે દાસજ ગામે આવેલ પટેલ જય દશરથભાઈના મંગલમૂર્તિ નામના 13 નંબરના ગોડાઉનમાં રેડ કરી બનાવટી જીરું ઝડપી પાડ્યું હતું. આ જીરુંના સેમ્પલ લઈ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલી અપાયા હતા. જ્યારે ફૂડ વિભાગની ટીમે ગોડાઉનમાં પથરાયેલ રૂ.5.04 લાખની કિંમતનો 48 કોથળા 3360 કિલો બનાવટી જીરુનો જથ્થો કબજે કરી સિઝ કર્યો હતો. તંત્ર દ્વારા લેવાયેલા સેમ્પલનો રિપોર્ટ આવ્યા બાદ ફૂડ સેફ્ટી એક્ટ મુજબ જય પટેલ વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી કાર્યવાહી કરવામાં આવશે તેમ ઉમેર્યું હતું.
વરિયાળીને સિમેન્ટ-ગોળનો ઢોળ ચઢાવી બનાવટી જીરું તૈયાર કરાતું'તું
ગોડાઉનના માલિક દ્વારા વરિયાળીના ભુસા ઉપર કેમિકલ પ્રોસેસ કરી સિમેન્ટ અને ગોળનો ઢોળ ચઢાવીને તેને અદલ જીરા જેવું બનાવવામાં આવતું હોવાનું ફૂડ અધિકારી વિપુલ ચૌધરીએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.