ઊંઝા તાલુકાના સુણક ગામે આવેલ પ્રાથમિક શાળા ખાતે શાળાના મંત્રી અને મહામંત્રીની ચૂંટણી શાળાના આચાર્યા ધ્રુવલબેનના માર્ગદર્શન સાથે શિક્ષક મહેશભાઈ દ્રારા ચૂંટણી પક્રિયા હાથ ધરાઈ હતી. આ ચૂંટણીમાં ધો. 5 થી 8ના વિદ્યાર્થીઓ એટલે કે 223 મતદારોએ ભાગ લીધો હતો. જેમાં આઠ ઉમેદવારોએ ઉમેદવારીપત્ર ભર્યું હતું. ચૂંટણી બેલેટ પેપર દ્વારા કરવામાં આવી હતી. પ્રિસાઈન્ડિંગ ઓફિસર અને ચૂંટણી નિરીક્ષક તરીકે વિદ્યાર્થીઓએ જ સંચાલન કર્યું હતું. વિદ્યાર્થી મતદારોએ તેમના આધાર કાર્ડથી મતદાન કર્યું હતું.
ચૂંટણીમાં ઉભા રહેલ આઠ ઉમેદવાર પૈકી ૨ ઉમેદવારોને જ વોટ આપવાના હતા. વોટિંગનો સમય 2 કલાકનો રાખવામાં આવ્યો હતો. કુલ 223 મતદારોએ વોટિંગ કર્યું હતું. જેની મત ગણતરી સાંજ 4:00 કલાકે યોજાઈ હતી. મત ગણતરીમાં 223 મતમાંથી 222 મત માન્ય ગણવામાં આવ્યા હતા. જેનું પરિણામ જાહેર થતાં ઠાકોર અમિત વિજયજી 44 મત મેળવી મહામંત્રી તરીકે ચૂંટાયા હતા. જ્યારે ઠાકોર લક્ષ્મી પ્રવિણજી 41 મત મેળવી મંત્રી તરીકે ચૂંટાઈ આવ્યા હતા. આ બંને ઉમેદવારોને વિજેતા જાહેર કરાયા હતા. રાજકીય ચૂંટણીઓ કેવી રીતે થાય છે તેની સમજ આપવા શાળાના આચાર્ય ધ્રુવલબેન અને શાળાના શિક્ષક સ્ટાફની મહેનત બિરદાવવા લાયક હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.