ઊંઝા-ઉનાવામાં દેશી દારૂ ઝડપાયો:રહેણાંક વિસ્તારમાં છાપરા નીચે દારૂની ભઠ્ઠી મળી આવી, દારૂ બનાવવાનો 150 લિટર વોશ પણ કબ્જે કરાયો

ઊંંઝા19 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઊંઝા વિસ્તારમાં દેશીદારૂના અડ્ડા ઉપર પોલીસે રેઇડ કરી દેશીદારૂનો જથ્થો પકડયો પોલીસે ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.

ઊંઝા વિસ્તારમાં અવારનવાર દેશી દારૂના અડ્ડા ઉપર પોલીસ રેડ કરી દારૂ પકડી પાડે છે. જેમાં ઊંઝા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો એ દરમ્યાન પોલીસ સ્ટાફ ફરતા દાસજ ગામ તરફથી પોલીસ ગઈ હતી. જે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળતા પોલીસે હકીકતની જગ્યાએ રેડ કરી હતી. જેમાં દાસજ ગામના રહેવાસી ઠાકોર નથ્થુજી પોતાના રહેણાંક વિસ્તારમાં છાપરા નીચે દારૂની ભઠ્ઠી લગાવી દારૂ બનાવવાનું કામ ચાલુ હતું. એ દરમ્યાન પોલીસે રેડ કરી હતી અને જગ્યાએથી પોલીસે દસ લીટર જેટલો દેશી દારૂ પકડ્યો હતો તેમજ વધુ તપાસ કરતા દારૂ બનાવવા માટેનો વોશ 150 લીટર જેટલો પકડાયો હતો. પોલીસે દાસજના ઠાકોર નથુજી ઉપર આઈપીસી સેક્સન પ્રોહીબીશન એક્ટ 65(a)(a)65 (b) 65 (c) 65(f) મુજબનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથધરી છે.

વધુમા ઊંઝાના ઉનાવા પોલીસ સ્ટેશનમા દેસીદારુનો વેપાર કરતા પોલીસે ઝડપી પાડ્યો છે. જેમાં ઉનાવા પોલીસ પેટ્રોલિંગમાં હતી એ દરમ્યાન પોલીસ ડાભી તરફ પહોંચી હતી એ દરમ્યાન ખાનગી રાહે બાતમી મળેલ હતી જેમાં હકીકતની જગ્યાએ પોલીસે રેડ કરી હતી અને પોલીસે તપાસ કરતા રહેણાંક જગ્યાએથી દેશીદારૂ મળી આવેલ હતો. જે પૂછપરછ કરતા ડાભી ગામનો ઠાકોર પ્રહલાદજી જાણવા મેળેલ હતું. જે પોલીસ આઈ પી સી સેક્સન 65(a)(a) મુજબનો ગુન્હો દાખલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...