પાટીલના જન્મદિવસ નિમિત્તે ઉજવણી:ઊંઝા યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ તેમજ ઊંઝા ધારાસભ્ય કે કે પટેલ દ્વારા વિદ્યાર્થીઓને ભોજન કરાવવામાં આવ્યું

ઊંંઝા13 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર પાટીલના જન્મદિવસ નિમિત્તે ઊંઝા વિધાનસભા યુવા મોરચા દ્વારા ઊંઝા શહેર કેશવ ભવન ભાજપ કાર્યાલય ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ઊંઝા યુવા મોરચાના કાર્યકર્તાઓ દ્વારા બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું. જેમાં 25 બોટલ બ્લડ એકઠું કરવામાં આવ્યું હતું. જેમાં પાટણ બ્લડ બેન્ક દ્વારા બ્લડ જમા કરવામાં આવ્યું હતું. જે બ્લડ દાતાઓએ બ્લડ ડોનેટ કર્યું હતું એમને સન્માનિત કરવામાં આવ્યા હતા.

સી આર પાટીલના જન્મ દિવસ નિમિત્તે ઊંઝા વિધાનસભા યુવા મોરચાના પિન્ટુ નટરાજ પટેલ તેમજ એમની ટીમ દ્વારા રક્તદાન કેમ્પ યોજી ઉજવણી કરવામાં આવી હતી. વધુમા ઊંઝા વિધાનસભાના ધારાસભ્ય કે કે પટેલ દ્વારા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના જન્મ દિવસની ઉજવણી રૂપે ઊંઝાના કંથરાવી શ્રમ જીવી ઉત્કર્ષ મંડળ સંચાલિત શ્રમજીવી ઉત્કર્ષ આશ્રમ શાળાના વિદ્યાર્થીઓને ભોજન આપવામાં આવ્યું હતું. જેમાં ભાજપના કાર્યકરો સાથે રહી ઉજવણી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...