પતંગની લાલસાએ જીવ લીધો:ઊંઝા શહેરમાં પતંગ લૂંટવા જતા કુવામાં પડતાં 14 વર્ષિય કિશોરનું મોત નીપજ્યું; પરિવારમાં શોકનું મોંજુ ફરી વળ્યું

ઊંંઝા16 દિવસ પહેલા

ઉત્તરાયણ જેવા તહેવારમાં નાના બાળકો માટે પતંગ લૂંટવાના શોખમાં આજે ઊંઝા શહેરમાં પતંગ લૂંટવા જતા કિશોર કુવામાં પડ્યો હતો. ઊંઝા શહેર માં રીંગ રોડની બાજુમાં અવાવરું કુવામાં પડી ગયો હતો. બાદમાં જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ તેમજ પોલીસ ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી. ભારે જહેમત બાદ 14 વર્ષીય કિશોરને બહાર કાઢવામાં આવ્યો હતો, પરંતુ અંદર કુવામાં પડી જવાથી કિશોરનું મોત નીપજ્યું હતુ. રામ નગર રેસિડેન્સી નજીક કિશોર કુવામાં ખાબક્યો હતો. પતંગ લૂંટવા જતા કિશોરને ઈજાઓ થતા ઘટનાસ્થળ ઉપર મોત નીપજ્યું હતુ. પોલીસે વધુ તપાસ હાથ ધરી મૃતદેહનું પંચનામું કર્યું હતું. ઘાસચારા વચ્ચે કૂવો દેખાતો ના હોવાથી કિશોર કુવામાં પડ્યો હોવાનું જાણવા મળ્યું હતુ. ભારે જહેમત બાદ યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. ઉત્તરાયણ જેવા તહેવારના સમયમાં આવી ઘટના બનતા પરિવાર પર ભારે શોકનું મોંજુ ફરી વળ્યું હતું

અન્ય સમાચારો પણ છે...