લોકાર્પણ:ઊંઝાની સરકારી હોસ્પિટલમાં100 બેડની સુવિધાઓ ઉપલબ્ધ થશે

ઊંઝા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હોસ્પિટલને અપગ્રેડ કરવા મહેકમ મંજુર

ઊંઝા સરકારી હોસ્પિટલનું નવિન બિલ્ડિંગનું લોકાર્પણ થયું છે. જેમાં દર્દીઓ માટે 60 બેડની સુવિધાઓ અપાઇ છે. બીજી તરફ ઊંઝા શહેર અને આજુબાજુ વિસ્તારના જરૂરિયાત મંદ દર્દીઓને આરોગ્યલક્ષી સેવાઓમાં વધુ સુવિધા મળે તે હેતુથી 100 પથારીની સુવિધા ધરાવતી પેટા જિલ્લા કક્ષાની હોસ્પિટલ અપગ્રેડશન માટે જરૂરી મહેકમ મંજૂર કરવા અગાઉ ધારાસભ્ય સ્વ.ડો. આશાબેન પટેલે રજૂઆત કરી હતી.

જેમની રજૂઆત ધ્યાને લઇ આગામી બજેટમાં ઊંઝા સિવિલ હોસ્પિટલને અપગ્રેડ કરી 100 બેડની સુવિધાની માન્યતા અપાઇ છે. સ્વ.આશાબેન પટેલની માંગણીને ધ્યાને લઈ સરકારે બજેટમાં મંજૂરી આપતા હવે દર્દીઓને વધુ સુવિધાઓ મળી રહેશે. ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશભાઈ પટેલ સહીત તમામે આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...