2022 વિધાનસભા ચૂંટણી:ઊંઝા બેઠક પર કોંગ્રેસ પાર્ટીમાંથી 9 લોકોએ ટિકિટ માંગી; ઠાકોર સમાજને ટિકિટ આપવા નટુજી ઠાકોરની પાર્ટીને રજૂઆત

ઊંંઝાએક મહિનો પહેલા
 • કૉપી લિંક

2022 વિધાનસભા ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ઊંઝા વિધાનસભા બેઠક પર કોંગ્રેસના નવ દાવેદારોએ ચૂંટણી લડવા માટે તૈયારી બતાવી છે. જેમાં પાટીદાર સમાજ, ક્ષત્રિય ઠાકોર સમાજ અને ચૌધરી સમાજ મેદાને આવ્યો છે. સાથે જ ઠાકોર સમાજને ટિકિટ આપવા માટે નટુજી ઠાકોરે પત્ર લખી પાર્ટીને રજૂઆત કરી હતી અને તમામ સમાજના વોટિંગ બાબતે ખુલાસો કર્યો હતો.

તમામ સમાજના વોટિંગ બાબતે ખુલાસો
વાત કરવામાં આવે તો 21-ઊંઝા વિધાનસભા બેઠક પર ક્યાં સમાજમાં કેટલું વોટિંગ છે એવું ફોર્મેટ ઊંઝા વિધાનસભા બેઠક પરથી દાવેદારી કરનાર ઠાકોર નટુજીએ જાહેર કર્યું છે. જેમાં નટુજી ઠાકોર જણાવ્યું હતું કે, દેશ આઝાદ થયો ત્યારથી ક્ષત્રિય ઠાકોર સમાજને કોંગ્રેસ પાર્ટીએ ટિકિટ આપી નથી. ઊંઝા વિધાનસભામાં ક્ષત્રિય ઠાકોર સમાજનું પ્રભુત્વ રહેલું છે અને વારંવાર કોંગ્રેસ પાર્ટી દ્વારા સમીકરણો નથી બેસતા, એવી બાબતોને લઈ ટિકિટ આપવામાં આવતી નથી. આ વખતે ટિકિટ ઠાકોર સમાજને આપવામાં આવે તેવી રજૂઆત પાર્ટીને કરી છે અને તમામ સમાજના વોટિંગ બાબતે નટુજી ઠાકોરે ખુલાસો કર્યો હતો.

ઊંઝા વિધાનસભા બેઠક પર જ્ઞાતિ પ્રમાણે વોટ

 1. પાટીદાર સમાજ-77,000
 2. ઓબીસી સમાજના-1,45,૦૦૦
 3. ક્ષત્રિય ઠાકોર સમાજ-68,000

વધુમાં નટુજી ઠાકોરે જણાવ્યું હતું કે, વિધાનસભા ચૂંટણીમાં દર વખતે પાટીદાર સમાજને કોંગ્રેસ પાર્ટી ટિકિટ આપે છે. પરંતુ પાટીદાર સમાજના ધંધાર્થીઓ તેમજ નોકરી કે અન્ય વ્યવસાયમાં સંકળાયેલા છે. જેને લઈને પાટીદાર સમાજના લોકો ગણા બહાર રહેતા હોવાથી ઊંઝા વિધાનસભામાં વોટ ઓછા છે, જેને લઈને પરિણામ મળતું નથી. આ વખતે ઓબીસી સમાજને ટિકિટ આપવામાં આવે તો પરિવર્તન થઈ શકે છે અને કોંગ્રેસ પાર્ટીની જીત થઈ શકે છે.

ઊંઝા બેઠક પરથી ટિકિટ માંગનારની યાદી

 1. નટુજી બાબુજી ઠાકોર-ઊંઝા
 2. પિન્કીબેન પટેલ-ઐઠોર
 3. નરેન્દ્ર કાનજી પટેલ-ઊંઝા
 4. મહેન્દ્ર ચૌધરી-ઊંઝા
 5. રમણજી ઠાકોર-કોટ
 6. ઇશ્વરજી ઠાકોર-ડાભી
 7. ડાહ્યા પટેલ-ઊંઝા
 8. અરવિંદ પટેલ-ઊંઝા
 9. મહેન્દ્રસિંહ ઠાકોર-વડનગર

આ વખતે ઊંઝા બેઠક પર કોંગ્રેસ પાર્ટીમાં નવ દાવેદારો મેદાને આવ્યા છે. જેને લઈને આગામી સમયમાં પાર્ટી કોને ટિકિટ આપે છે અને ઊંઝા વિધાનસભાની ચૂંટણી કોણ લડશે તે આવનાર સમય જ બતાવશે.

અન્ય સમાચારો પણ છે...