ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર:ઊંઝા 21-વિધાનસભા બેઠક પર 16માંથી 9 ફોર્મ પાસા ખેંચાતા 7 ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતરશે

ઊંંઝા19 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઊંઝા 21-વિધાનસભા બેઠક ઉપર આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ હતી જે પૂર્ણ થઈ ગઈ છે. ઊંઝા વિધાનસભા બેઠક ઉપર 16 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા અને જેમાંથી આજે 9 ફોર્મ પાસા ખેંચાતા 7 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવે આ 7 ઉમેદવારો ચૂંટણીના જંગમાં ઉતરશે.

આ લોકો વચ્ચે ચૂંટણી જંગ થશે

  1. અરવિંદ પટેલ, કોંગ્રેસ
  2. કિરીટકુમાર પટેલ, ભાજપ
  3. ઉર્વેશકુમાર પટેલ, આમ આદમી પાર્ટી
  4. હસમુખ પરમાર, ભારતીય જન પરિષદ પાર્ટી
  5. રમેશ રબારી, ગરવી ગુજરાત પાર્ટી
  6. ડો.હિતેશકુમાર, નિર્ભય ભારતીય પાર્ટી
  7. અરવિંદજી ઠાકોર, અપક્ષ ઉમેદવાર

આ સાત ઉમેદવાર 21 ઊંઝા વિધાનસભા બેઠક ચૂંટણી લડશે. હવે જોવાનું એ રહ્યું કે, સાત ઉમેદવારમાંથી કોણ બાજી મારશે. આ સાથે કોંગ્રેસના ઉમેદવાર અરવિંદ પટેલ અને ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ વચ્ચે કાંટાની ટક્કર થશે.

અન્ય સમાચારો પણ છે...