આજરોજ 21 ઊંઝા વિધાનસભા બેઠક ઉપર અપક્ષ ઉમેદવારે ફોર્મ ભર્યું. વડનગર તાલુકાના સુલીપુર ગામના વતની ઠાકોર અરવિંદજીએ ઊંઝા ચૂંટણી અધિકારી કચેરીએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.
જીતની પણ આશાઓ વ્યક્ત કરી
વડનગર તાલુકાના સુલીપુર ગામમાં ભાજપનો ગઢ કહેવાય છે. સુલીપુર ગામના અરવિંદજીએ અપક્ષમાં ફોર્મ ભર્યું છે અને ભાજપમાં મોટું ગાબડું પડે એવી શક્યતાઓ સેવાઇ રહી છે. 21 ઊંઝા વિધાનસભામાં ત્રણ પક્ષના ઉમેદવાર મેદાને ઉતરશે તેમજ અપક્ષ ઉમેદવારો પણ મેદાને ઊતરશે. હવે કોણ મારશે જીતની બાજી એ આવનાર સમય બતાવશે. અરવિંદજી ઠાકોર ઊંઝા કાર્યકર્તાઓ અને ઠાકોર સમાજના અગ્રણીઓ સાથે આવીને ફોર્મ ભર્યું હતું, અને જીતની પણ આશાઓ વ્યક્ત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.