તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અન્નકૂટનું આયોજન:વિશ્વ ઉમિયાધામ મંદિરે મા ઉમિયાને 200 વાનગીનો ભોગ, એક માઇભક્તે 24 કેરેટ સોનાના વરખવાળી સુરતની ઘારી ધરાવી

અમદાવાદ5 મહિનો પહેલા
એક માઇભક્તે માતાજીને સોનાના વરખવાળી ઘારી ધરાવી - Divya Bhaskar
એક માઇભક્તે માતાજીને સોનાના વરખવાળી ઘારી ધરાવી

અમદાવાદ જિલ્લાના જાસપુરમાં આવેલું જગત જનની મા ઉમિયાનું આસ્થાના કેન્દ્ર ગણાતું વિશ્વ ઉમિયાધામ મંદિરમાં રવિવારે ભવ્ય અન્નકૂટના દર્શનનું આયોજન કરાયું હતું. જેમાં 200થી વધુ વાનગીઓ સાથે જગત જનની મા ઉમિયાને અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. સવારે 7.30 કલાકથી 5.30 કલાક સુધી અન્નકુટના દર્શનનો લાભ મા ઉમિયાના ભક્તોએ લીધો હતો.

બપોરે 11.30 કલાકે જગત જનની મા ઉમિયાની રાજભોગ આરતી કરાઈ હતી.

મા ઉમિયાને 200 વાનગીઓ સાથે અન્નકૂટ ધરાવવામાં આવ્યો
મા ઉમિયાને 200 વાનગીઓ સાથે અન્નકૂટ ધરાવવામાં આવ્યો

અન્નકુટ દર્શનની વિશેષતાઓ

 • જગત જનની મા ઉમિયાને 200થી વધુ વાનગીઓનો રાજભોગ ધરાવાયો
 • માતાજીને ધરાવાયેલાં રાજભોગમાં 500 કિલો મીઠાઈ અને ફરસાણનો સમાવેશ
 • માતાજીને વિશિષ્ટ રૂપે 24 કેરેટ સોનાના વરખ વાળી સુરતી ઘારીનો ભોગ ધરાવાયો
 • સોનાના વરખ વાળી ઘારીની 1 કિલોની કિંમત 11 હજાર રૂપિયા છે
 • બપોરે 11.30 કલાકે અન્નકુટ દર્શનની રાજભોગ આરતીનું આયોજન આ પ્રસંગે ભક્તોએ હાજરી આપી માતાજીની આરતી ઉતારી હતી
આ માઇભક્તે માતાજીને સોનાના વરખવાળી ઘારી ધરાવી છે
આ માઇભક્તે માતાજીને સોનાના વરખવાળી ઘારી ધરાવી છે
મોટી સંખ્યામાં માઇભક્તોએ આ પ્રસંગે હાજર રહ્યા હતા
મોટી સંખ્યામાં માઇભક્તોએ આ પ્રસંગે હાજર રહ્યા હતા
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો