તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ઊંઝામાંથી ગેરકાયદે રાસાયણિક ખાતરના સંગ્રહ મામલે 2ની ધરપકડ

ઊંઝા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઊંઝા પોલીસે 3 સામે ગુનો નોંધ્યો, બાલિસણાનો શખ્સ ફરાર
  • કૃષિ વિભાગે 1570 બોરી ખાતરનો જથ્થો સીઝ કર્યો, ખાતરના નમૂના ગાંધીનગર મોકલ્યા,બાલિસણાના શખ્સ પાસેથી ખાતર લીધું હતું

ઊંઝા પીએસઆઈ આર.કે. પાટીલે જૂના રેલવે સ્ટેશને સદગુરુ ફેકટરીની સામેના દક્ષિણે ગોડાઉનમાં રાત્રે ઉતરતી યુરિયા ખાતરની બોરીઓ અંગે શંકા જણાતાં ગોડાઉન અને ટ્રક પર બંદોબસ્ત ગોઠવી મહેસાણા ખેતી નિયામકને તપાસ માટે લેખિત જાણ કરી હતી. તપાસ દરમિયાન આ ગોડાઉન પટેલ ચેતનાબેન ગોવિદભાઈનું માલિકી હોઈ પટેલ મોંટુભાઈ પરષોત્તમભાઈ (રહે.બહારમાઢ, વૈજનાથ પરું) વાળાએ ભાડે રાખ્યું હતું.

જેમાં ઠાકોર પોપટજી હેમરાજજી (રહે. ગોકળપરા ( તરભ) વાળા ભાગીદારીમાં સબસીડીવાળા રાસાયણિક ખાતર વગર લાયસન્સે ઔધૌગિક વપરાશ માટે સંગ્રહ અને વેચાણ કરતાં ખાતરના નમૂના લઈ પૃથક્કરણ માટે ગાંધીનગર મોકલ્યા હતા. ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. તપાસમાં આ ખાતર બાલિસણાના રોનક પટેલ પાસેથી લીધાનું બહાર આવ્યું હતું. સ્થળ પરથી 1570 ખાતરની બોરી અને રૂ. 8 લાખની ટ્રક નં. જીજે 02 એક્સએક્સ 6221 કબજે લેવાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...