તપાસ:ઐઠોર પોસ્ટ ઓફિસમાં ગ્રાહકના ખાતામાંથી 1.50 લાખ ઉપડી ગયા

ઊંઝા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોસ્ટ માસ્ટરે જ પૈસા સેરવી લીધાનો આક્ષેપ
  • નાણાં કૌભાંડ મામલે વિભાગની તપાસ

ઊંઝા નજીક આવેલ ઐઠોર ગામની પોસ્ટ ઓફીસમાં ગામના એક અરજદારને જાણ બહાર તેના ખાતામાંથી રકમ ઉપડી જતા તેણે સુપ્રિટેન્ડેન્ટ, વહીવટી ઓફિસ ઊંઝા ખાતે લેખિતમાં રજૂઆત કરી હતી. ગામની વિધવા બહેનો સહિત લોકોના ખાતામાંથી નાણાં ઉપાડી કૌભાંડ આચર્યું હોવાની વાતો ગામમાં ચર્ચાતા લોકોમાં ચિંતા સેવાઇ છે.

અરજદાર ચૌહાણ અજયસિંહ દ્વારા વહીવટી ઓફિસ ઊંઝા ખાતે લેખિતમાં રજૂઆત કરાઇ હતી. જે રજૂઆતમાં જણાવ્યું હતું કે, ઐઠોર પોસ્ટ ઓફિસમાંથી તેની જાણ બહાર અલગ અલગ રીતે કુલ રૂપિયા 1,50,000 ની રકમ ઉપાડી લીધી હોવાની રજૂઆત કરી હતી.

વધુમાં, ઐઠોર પોસ્ટ માસ્ટર તરીકે ફરજ બજાવતા હર્ષ પટેલે ગામની વિધવા બહેનોને સરકાર દ્વારા મળતા રૂપિયા 1250 વિધવા પેન્શન લાભાર્થી બહેનોની જાણ બહાર ઉપાડી લીધા હોવાના આક્ષેપો ગ્રામજનો તેમજ વિધવા મહિલાઓએ કર્યા છે. આ બાબતે ઊંઝા પોસ્ટ ઓફિસમાં થયેલ લેખિત અરજીની તપાસ અર્થે પોસ્ટના આઇ.પી અધિકારી એન.એચ.પટેલ વિસનગરથી ઐઠોર પોસ્ટ ઓફિસે પહોંચ્યા હતા. અને ગ્રાહકોની પોસ્ટ ઓફિસની પાસબુકો મંગાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...