તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરિણામ શૂન્ય:ઊંઝાના કામલીના હરિનગરમાં 13 પરિવારો દૂષિત પાણીથી ત્રાહિમામ

ઊંઝા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 4 માસથી આવતાં દૂષિત પાણીની સરપંચને રજૂઆત, પરિણામ શૂન્ય

ઊંઝા તાલુકાના કામલી ગામના હરિનગર વિસ્તારમાં 13 પરિવારો છેલ્લા 4 માસથી પીવાનું પાણી અસહ્ય દુર્ગંધ મારતું અને ન્હાવાના કામમાં પણ ન આવે તેવું આવતું હોઇ ત્રાહિમામ પોકારી ગયા છે. આ મામલે ગામના સરપંચ પ્રજાપતિને રૂબરૂ સ્થળ ઉપર બોલાવી તેમજ વારંવાર જાણ કરવા છતાં નિકાલ આવ્યો નથી.

ગામમાં 3 બોર અને ધરોઈનું પાણી આવતું હોવા છતાંય આંતરે દિવસે પીવાનું પાણી હરિનગરના રહીશોને મળે છે. લોકો 600 મીટર દૂરથી સ્વખર્ચે પાણીની લાઇન લાવ્યા છે. આ વિસ્તાર 20 વર્ષથી આદિવાસી સીટમાં આવતો હોઇ વિકાસ કરાયો નથી. બે મહિના પહેલાં ગટર લાઇન નખાઇ છે, આરસીસી રોડ લોકો ઝંખી રહ્યા છે.સરપંચ ધુળીબેન પ્રજાપતિના પતિ દશરથભાઈએ કહ્યું કે, જૂની ગટર લાઇન અને પીવાના પાણીની લાઇન ક્યાંક જોઈન્ટ થતાં આ પ્રશ્ન ઉદભવ્યો હોવાનું જણાય છે. આ સમસ્યાનો નિકાલ 7 દિવસમાં આવી જશે. ત્યાં સુધી પીવાના પાણીના ટેન્કરની વ્યવસ્થા કરી આપશે.

અન્ય સમાચારો પણ છે...