તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખુશી:થરાદમાંથી 210 પરપ્રાંતિય શ્રમિકોને વતન રવાના કર્યા

થરાદ9 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સાત બસો,બે જીપમાં પાલનપુર પહોંચાડ્યા

થરાદમાંથી 210 પરપ્રાંતિય શ્રમિકોને વતન રવાના કરાતાં તેમના ચહેરા પર ખુશી જોવા મળ્યા હતા. થરાદ શહેર તેમજ તાલુકામાં મજૂરી અર્થે આવેલા પરપ્રાંતિય શ્રમિકો વતન જવાની ઉતાવળ કરી રહ્યા હતા. આથી બે દિવસથી પ્રાંત કચેરી તેમજ બસ ડેપોમાં આવી વતન જવાની માંગણી સાથે જીદ કરી રહ્યાં હતાં. પરંતુ પાલનપુરથી ટ્રેન ન જવાના કારણે પરત ફરવું પડ્યું હતું. આથી જિલ્લા કલેકટરના આદેશ મુજબ બુધવારે ટ્રેન વ્યવસ્થા શરૂ થતાં પ્રાંત અધિકારી વી.સી.બોડાણાના આદેશ અનુસાર બપોરે થરાદ એસટી ડેપોની સાત બસો તેમજ બે ખાનગી જીપોમાં 210 પરપ્રાંતીય શ્રમિકોને પાલનપુર રેલવે સ્ટેશન સુધી મોકલવામાં આવ્યા હતા. ત્યાર ટ્રેનમાં રવાના કરાયઁતાં શ્રમિકોમાં ખુશી જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો