તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
થરાદ બસ ડેપોમાં સોમવારે પરપ્રાંતિય શ્રમિકોએ વતન જવા હલ્લાબોલ કરતાં દોડધામ મચી ગઈ હતી. દોડી આવેલા અગ્રણીઓએ મામલો થાળે પાડ્યો હતો. થરાદ શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારમાં મજૂરી અર્થે આવેલાં પરપ્રાંતિય પરિવારો લોકડાઉનમાં બે ટંક પેટ ભરવા લાચાર બની ગયાં છે. હવે પોતાના માદરે વતન પહોંચવા વાર જોઇ બેઠા છે. ત્યારે રવિવારે શ્રમિકો મામલતદાર કચેરી ખાતે ઘસી આવી વતન જવાની માંગ કરી હતી પરંતુ ટ્રેન વ્યવસ્થા ન હોવાથી પ્રાંત અધિકારીએ હૈયા ધારણ આપતાં પરત ફર્યા હતાં. ત્યારે બીજા દિવસે સોમવારે બાર વાગ્યા આસપાસ એકસાથે 50 પરપ્રાંતિય શ્રમિકો એસટી બસ ડેપો ખાતે આવી પહોંચી વેદના ઠાલવી વતન જવાની માંગ સાથે હલ્લાબોલ કર્યો હતો.આથી ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, પ્રાંત અધિકારી વી.સી.બોડાણા, પાલિકા ટીમ સહિત પીઆઇ બસ ડેપો આવી શ્રમિકોને વતન મોકલવાનું આશ્વાસન આપતા મામલો થાળે પડ્યો હતો.પાલિકા દ્વારા ભોજન કરવાની વ્યવસ્થા કરાઇ હતી.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.