તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પાટણ જિલ્લામાં સસ્તા અનાજની દુકાનનાં સંચાલકોને સંરક્ષણ માટે કીટ ન આપી હોવાથી તેઓમાં ભય છવાયો છે. લોકોને અનાજનો પુરવઠો મળતો રહે તે માટે સિદ્ધપુર તાલુકામાં 74 જેટલી સસ્તા અનાજની દુકાનો દ્વારા કાર્ડ ધારકોને મફત અનાજ વિતરણ કરાઇ રહયુ છે. આવા કપરા સમયે દુકાન સંચાલકો અને અન્ય કર્મીઓની સ્વાસ્થ્યની ચિંતા કરીને તેમને માસ્ક અને જરૂરીયાત કિટનુ વિતરણ કરવુ જોઇએ પણ તમામ દુકાન સંચાલકોને ગ્રાહકોનાં કાર્ડ માં એન્ટ્રી કરવાના બદલે ઓનલાઈન એન્ટ્રી કરવા તેમજ કમિશનમાંથી ટીડીએસ કાપવાનો નિર્ણય રદ કરવા તેમજ કોરોના પ્રોટેક્ટશન કીટ આપવા રાજ્ય સરકારને રજૂઆત કરાઈ હોવાનુ સૂત્રોએ જણાવ્યુ હતુ. ત્યારે આવનારા ટૂંક સમયમાં સરકાર દ્વારા વ્યાજબી ભાવનાં સંચાલકોની વ્યાજબી માંગો નહીં સંતોષાય તો રાજ્યમાં અનાજ વિતરણ વ્યવસ્થા ખોરવાશે તેવી ભીતી સેવાઈ રહી છે.જિલ્લામાં અનેક અનાજના દુકાન સંચાલકો કામ કરી રહ્યા છે આ દરમ્યાન જો તેઓ કોરોના પોઝિટિવ આવે તો તેઓ સાથે તેમના પરિવાર અને સ્થાનીકો પણ મુશ્કેલીમાં મુકાય તેવી સ્થિતીમાં હોય તેઓને કીટ વિતરણ કરાય તે જરૂરી છે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.