ઈ લોકાર્પણ:સતલાસણાના હડોલ પાસે સાબરમતી નદી ઉપર 15 કરોડમાં બનેલો બ્રિજ લોકો માટે ખુલ્લો મુકાયો

સતલાસણા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાના લોકોને અવરજવરમાં મોટી રાહત થશે
  • ખેરાલુ અને ​​​​​​​ઈડરના ધારાસભ્ય સહિત રાજકીય અગ્રણીઓ હાજર રહ્યા

મહેસાણા અને સાબરકાંઠા બંને જિલ્લાને જોડતા ચાંડપ અને હડોલ વચ્ચેથી પસાર થતી સાબરમતી નદી ઉપર રૂપિયા 15 કરોડના ખર્ચે તૈયાર થયેલા ઓવરબ્રિજનું રવિવારે રાજ્યના મંત્રી પૂણેશ મોદીના હસ્તે ઈ લોકાર્પણ કરાયું હતું. આ પુલ બનતાં હવે બંને જિલ્લાના લોકોને ચોમાસામાં પણ અવર જવરમાં મોટી રાહત થશે.

મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાની વચ્ચે પસાર થતી સાબરમતી નદીના પટમાંથી લોકોને પસાર થવું મુશ્કેલ બનતું હતું. આથી ઈડર તાલુકાના ચાંડપ અને સતલાસણાના હડોલ ગામના લોકોએ સાબરમતી નદી ઉપર બ્રિજ બનાવવા રજૂઆતો કરી હતી. આ રજૂઆતોને ધ્યાને લઇ સરકાર દ્વારા લોકોને પડતી અગવડતાને ધ્યાને લઇ ચાંડપ અને હડોલ ગામ વચ્ચે નદી ઉપર રૂ.15 કરોડના ખર્ચે પુલ તૈયાર કરાયો છે. જેનું ઈ લોકાર્પણ સતલાસણાની કે.એમ. કોઠારી હાઉસ્કૂલ ખાતે રાજ્યના માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે કરાયું હતું.

આ પ્રસંગે પાટણના સાંસદ ભરતજી ડાભી, ખેરાલુ ધારાસભ્ય અજમલજી ઠાકોર, ઈડર વડાલીના ધારાસભ્ય હિતુ કનોડિયા, માર્ગ મકાન વિભાગના અધિકારીઓ, નજીકના ગામોના સરપંચો અને રાજકીય અગ્રણીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...