તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગ:શંખેશ્વર જૈનતીર્થમાં વેપારીઓની લોકડાઉનથી હાલત કફોડી બની

શંખેશ્વર10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શંખેશ્વરમાં કોરોનાનો કેસ નથી ત્યારે દેરાસર ખોલવા માંગ

જૈનતીર્થ શંખેશ્વર ખાતે યાત્રાળુઓ દેશભરમાંથી હજારોની સંખ્યામાં શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના દર્શન પૂજા કરવા આવે છે.  100 દુકાનોના વેપારી, દુકાનમાં કામ કરતા માણસો તેમજ સોડા,સરબત અને નાસ્તાના દુકાનદારો અને લારીઓવાળા લોકડાઉન થતા બે રોજગાર બન્યા છે,      સરકાર દ્વારા હજુ પણ ધર્મસ્થાનો ખોલવા ઉપર પ્રતિબંધ હોવાથી 48 દિવસથી ઘરે બેઠેલા શંખેશ્વરના મુખવાસ, સરબત, અને નાસ્તા, લોજ વાળા નાના મોટા વેપારીઓની હાલત કફોડી બની છે, ચૈત્રી પૂનમનો મેળો વૈશાખી પૂનમ અને વેકેશનમાં વેપારીઓ એક વર્ષની કમાણી કરતા હોય છે જે બધા જ દિવસો ખાલી ગયા છે તેવું વેપારીઓએ જણાવ્યું હતું  તીર્થસ્થાનો ખોલવામાં આવે તો અમારા ધંધારોજગાર શરૂ થાય. શંખેશ્વર 108 પાર્શ્વનાથ ભક્તિ નગરે બિરાજમાં પૂ.રાષ્ટ્રીય સંત જ્યોતિષાચાર્ય ડૉ. હેમચંદ્રસુરીશ્વરજી મહારાજાએ જણાવ્યું હતું કે શંખેશ્વર તાલુકામાં આજદિન સુધી એક પણ કોરોનાનો કેસ નથી ત્યારે દેરાસર ખોલવામાં આવે તો શંખેશ્વરમાં બિરાજમાન 170 સાધુ, સાધ્વીજી ભગવંતો પાર્શ્વનાથ દાદાના દર્શન કરી શકે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો