તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:રાધનપુરમાં ચણાના તોલમાપ કરી નાણાં ચૂકવવા મુખ્યમંત્રીને રજૂઆત

રાધનપુર10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખરીદ વેચાણ સંઘને કામ આપવા છતા કામગીરી નથી કરાઇ

રાધનપુરના ધારાસભ્ય રઘુભાઇ દેસાઈએ રાધનપુર, સાંતલપુર અને સમી તાલુકાના ખેડૂતોને ટેકાના ભાવે ચણાની ઓનલાઇન કરેલી અરજીના આધારે સત્વરે તોલમાપ પ્રમાણે નાણાંની ચુકવણી કરવા મુખ્યમંત્રીને લેખિતમાં રજુઆત કરી છે. જેમાં જણાવ્યા મુજબ સરકારે ટેકાના રૂ.975 ભાવ મુજબ ઓનલાઇન અરજીઓ મંગાવી હતી, જે ખેડૂતોએ ઓનલાઇન અરજીઓ કરી છે, જેને એક મહિના કરતા વધુ સમય થઇ ગયો છે. સરકારે તોલમાપની પ્રક્રિયાની કામગીરી ખરીદ વેચાણ સંઘને આપી હોવા છતાંય કોઈ જ કામગીરી કરવામાં આવી નથી. લોકડાઉન હોવાથી તોલમાપની તમામ પ્રક્રિયા બંધ છે. ખેડૂતોનો રવિપાક(ચણા) તૈયાર થઇ ગયો છે. જેનો સંગ્રહ કરવાથી બગાડ થવાનો ભય છે. જેથી સરકારે તાત્કાલિક તોલમાપની પ્રક્રિયા હાથ ધરીને ખેડૂતોને સત્વરે નાણાં મળે તેવી કાર્યવાહી કરવા જણાવ્યું છે.લોકડાઉનનાં કારણે ખેડુતોની કફોડી હાલત થઇ છે.ત્યારે સરકાર દ્વારા ચણાનુ તોલમાપ કરી ખરીદી કરે તેવુ ખેડુતો ઇચ્છી રહ્યા છે. 

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

    વધુ વાંચો