તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હરાજી:રાધનપુર માર્કેટયાર્ડમાં એરંડાની સાત હજાર બોરી આવક નોંધાઇ

રાધનપુર10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • એક દિવસ એરંડાની અને એક દિવસ જીરાની હરાજી કરવામાં આવશે

રાધનપુરનું માર્કેટયાર્ડ વિવિધ પાકોની આવકોથી ધમધમી રહ્યું છે. માર્કેટયાર્ડના સેક્રેટરી ભવાનભાઈ ચૌધરીના જણાવ્યા મુજબ જીરાની અને એરંડાની આવકો વધુ રહેતી હોવાથી અને સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાતું ના હોવાથી સોમવારથી એક દિવસ એરંડા અને એક દિવસ જીરાની હરાજી કરવામાં આવશે. સોમવારે એરંડાની સાત હજાર બોરી સહીત અલગ અલગ પાકોની કુલ 9318 બોરીની આવક નોંધાઇ હતી.  સોમવારના રોજ જીરાની હરાજીને બંધ રાખવામાં આવી હતી. દિવસ દરમ્યાન એરંડાની કુલ સાત હજાર બોરી આવી હતી, જેના ભાવ રૂ.680 થી 699 રહ્યો હતો. જયારે ઘઉંની 300 બોરી અને ભાવ રૂ.325 થી 401, ચણાની 683 બોરી અને ભાવ રૂ.720 થી 766, રાયડાની 20 બોરી અને ભાવ રૂ. 730 થી 760, ઈસબગુલની 640 બોરી અને ભાવ રૂ.1700 થી 1980, અજમાની 225 બોરી અને ભાવ રૂ. 1100 થી 1800 અને સુવાની 450 બોરી અને ભાવ રૂ. 680 થી 745 રહ્યા હતા. મંગળવારે એરંડાની હરાજી નહી થાય જ્યારે જીરાની હરાજી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો