તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુનો:કલ્યાણપુરામાં પત્ની સાથે આડાસંબંધની શંકામાં કુટુંબીભાઈની ધારિયાથી હત્યા કરી

રાધનપુર10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ત્રણ શખ્સો સામે રાધનપુર પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધાયો

રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામે મંગળવારે ગામના ચોરા પાસે જ કુટુંબી ભાઈએ પોતાની પત્નિ સાથે આડા સંબંધની શંકા રાખીને કુટુંબી ભાઈને જ ધારિયાના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારતા ગામમાં સન્નાટો વ્યાપી જવા પામ્યો હતો. કલ્યાણપુરા ગામે મંગળવારે સવારે અગિયાર વાગ્યાના સુમારે 51 વર્ષીય દેવાભાઇ મણાભાઈ ઠાકોર બાળકો માટે વેફર લેવા ગામના ચોક પાસે આવેલી દુકાને ગયા હતા.ત્યારે તેમના જ કુટુંબીભાઈ બાબુભાઇ રામચંદભાઈ ઠાકોર સહિત 3 જણાએ માથામાં અને ગળાના ધારિયાના ઘા ઝીંકી ઘાયલ કરતા તાત્કાલિક રેફરલ હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.રેફરલ હોસ્પિટલના ડૉ.ભાવેશભાઈ ગઢવીએ લાશનું પી.એમ.કરીને લાશ કુટુંબીજનોને સોંપી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર અનુરૂધ્ધસિંહ પી.સોલંકીના જણાવ્યા મુજબ કલ્યાણપુરા ગામે પત્નિ સાથે આડા સંબંધની શંકા રાખીને 51 વર્ષના દેવાભાઇ ઠાકોરનું ધારિયાના ઘા મારીને હત્યા કરી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મૃતક દેવાભાઇ ઠાકોરના ભાઈ રમેશભાઈ ઠાકોરે જણાવ્યું કે સવારે 11 વાગ્યા આસપાસ તેમના ભાઈ દેવાભાઇ વેફર લેવા દુકાને ગયા ત્યારે બાબુભાઇ રામચંદભાઈ ઠાકોર, જયંતીભાઈ રામચંદભાઈ ઠાકોર અને મફાભાઇ રામચંદભાઈ ઠાકોર ધારિયા વડે દેવાભાઇને મારતા હતા. તેઓ તેમના ભત્રીજા સાથે દોડીને ત્યા ગયા હતા અને ઘાયલ દેવાભાઇને રેફરલ લઇ જતાં મૃત જાહેર કરાયા હતા. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો