તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગ:રાધનપુર નગરપાલિકાના કોંગ્રેસના પ્રમુખ વિરુદ્ધ ભાજપના 12 સદસ્યોએ અવિશ્વાસની દરખાસ્ત કરી

રાધનપુર10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 26 સદસ્યોએ ચીફ ઓફિસરની બદલી કરવા રજૂઆત કરતા પ્રમુખે સહી ના કરતા નારાજ

રાધનપુર પાલિકામાં સાત વોર્ડની 28 બેઠકોમાંથી કોંગ્રેસના 16 અને ભાજપના 12 સદસ્યો ચૂંટાયા હતા. કોંગ્રેસના કમુબેન ભુરાભાઇ ઠાકોર પ્રમુખ તરીકે કાર્યરત છે. છેલ્લા કેટલાક સમયથી પાલિકામાં જે ઘટનાક્રમ ચાલી રહ્યો છે તેમાં પ્રમુખ અને ચીફ ઓફિસર દ્વારા જે નિર્ણયો લેવાઈ રહ્યા છે તેનાથી ભાજપના જ નહિ પણ ખુદ સત્તાધારી કોંગ્રેસના સદસ્યો પણ પાલિકા પ્રમુખથી નારાજ છે. પાલિકામાં વિકાસના કાર્યોને બાજુમાં રાખીને ચીફ ઓફિસર અને પ્રમુખ ચૂંટાયેલા સદસ્યોને પૂછ્યા વગર જ નિર્ણય લઇ રહ્યા હોવાના સદસ્યો દ્વારા આક્ષેપો કરાઇ રહ્યા છે. ચીફ ઓફીસરના મનસ્વી નિર્ણયોથી કંટાળેલા કોંગ્રેસના અને ભાજપના કુલ 26 સદસ્યોએ ચીફ ઓફિસરની બદલી કરવા ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી હતી, જેમાં પણ પ્રમુખે સહી ના કરી હોવાથી સદસ્યો નારાજ હતા. આ સમગ્ર ઘટનાક્રમ બાદ ભાજપના ચૂંટાયેલા 12 સદસ્યોએ પાલિકા પ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરી છે, અને ચીફ ઓફિસરને આ માટે બેઠક બોલાવવા માંગ કરી છે.   ભાજપના અંકુરભાઈ જોશી, ડો.દેવજીભાઈ પટેલ, પ્રકાશભાઈ દક્ષિણી સહીત 12 સદસ્યોએ દાખલ કરેલી અવિશ્વાસની દરખાસ્તમાં જણાવ્યુ હતુ કે હાલની ગંભીર પરિસ્થિતિમાં પ્રમુખે શહેરના એક પણ વિસ્તારની મુલાકાત લીધી નથી. આ ઉપરાંત પ્રમુખના બદલે પુત્ર સહીઓ કરે છે. તેમજ પાલિકા દ્વારા નિર્મળ શૌચાલય ગુજરાત અન્વયે પાલિકા વિસ્તારમાં પાણીની ટાંકીઓ આપવાની કામગીરીમાં પ્રમુખએ ચીફ ઓફીસરની સૂચનાથી બિલ ચૂકવવાના હુકમમાં સહી કરી છે. જેમાં મોટા પાયે ગેરરીતિ આચરવામાં આવી હોવાનું પણ જણાવીને સામાન્ય સભા બોલાવીને અવિશ્વાસની દરખાસ્તની ચર્ચા કરવા જણાવ્યું છે. પાલિકાના સેનીટેશન ચેરમેન હરદાસભાઇ આહિરના જણાવ્યા મુજબ ચૂંટાયેલા સદસ્યોના એક તૃતીયાંશ સદસ્યો અવિશ્વાસની દરખાસ્ત લાવી શકે છે, પરંતુ બે તૃતીયાંશ સદસ્યો દ્વારા જ તે પસાર થઈ શકે છે, અમો કોંગ્રેસ પક્ષ અને ધારાસભ્યને આંચ આવે એવુ નહી કરીએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો