તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યવસ્થા:પ્રાંતિજ પોલીસે ચાલતાં યુપી જતાં 18 પરપ્રાંતિય મજૂરોને ક્વોરન્ટાઇન કર્યા

પ્રાંતિજ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કમાલપુર કોલેજમાં ક્વોરન્ટાઇન કરાયા, અમદાવાદથી યુપી જઇ રહ્યા હતા

પ્રાંતિજ નેશનલ હાઈવે આઠ ઉપર અમદાવાદથી ચાલતાં યુપી જતાં 18 પરપ્રાંતિય યુવાનોને પ્રાંતિજ પોલીસ દ્વારા મેડિકલ ચેકઅપ કરી કમાલપુર કોલેજમાં ક્વોરન્ટાઇન કરાયા હતા. મામલતદાર કચેરી તથા પ્રાંતિજ પાલિકા દ્વારા રહેવા જમવાની વ્યવસ્થા કરાઇ છે. અમદાવાદથી યુપી ચાલતા જતાં 18 પરપ્રાંતિયો પ્રાંતિજ વિસ્તારમાં આવતા પ્રાંતિજ પીઆઇ એમ.ડી.ચંપાવતને ખબર પડતાં રોકી પૂછપરછ કરતાં યુવાનોએ જણાવ્યું કે અમે અમદાવાદથી આવીએ છીએ અને હોટલોમા કામકાજ કરતા હતા. પ્રાંતિજ પીઆઇ દ્વારા આરોગ્ય વિભાગની ટીમની મદદથી મેડિકલ ચેકઅપ કરાયુ હતુ. પ્રાંતિજ નાયબ મામલતદાર અશોકભાઈ પટેલ, દિગવિજયસિંહ તથા પ્રાંતિજ ચીફ ઓફિસર આકાશભાઇ પટેલ દ્વારા કમાલપુરમાં એમ.સી.દેસાઇ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ક્વોરન્ટાઇન કરાયા છે. પ્રાથમિક મેડિકલ ચેકઅપમાં કોઈ લક્ષણ જોવા મળ્યા ન હતા. તેમનુ રેગ્યુલર મેડીકલ ચેકઅપ કરાશે અને ટ્રેન ચાલુ થશે ત્યારે તેમને યુપી મોકલી અપાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો